સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
યુવતીએ અકરમ પાસે લગ્ન કરવા દબાણ કરતાં યુવક ઘરેથી ભાગી ગયો હતો. યુવતી અકરમના ઘરે જતાં ત્યાં નહોતો અને પરિવારે તે ક્યાં ગયો છે તે ખબર ન હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે યુવતીને બુધવાર સુધી રાહ જાવાનું કહ્યું હતું. જોકે, યુવતીને પોતે ફસાઈ હોવાનો અહેસાસ થતાં ઉમરા પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ અરજી આપી હતી. જોકે, પોલીસે આ અરજીને અડાજણ પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપ્યા પછી અઢી વર્ષ સુધી મોજમજા કર્યા પછી યુવક નાસી જતાં યુવતી પોલીસના શરણે આવી છે. યુવતીએ વિધર્મી યુવતી સામે અરજી કરી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના પૈસે અઢી વર્ષ સુધી મોજમજા કર્યા પછી હવે યુવક લગ્ન ન કરીને તેને બદનામ કરી રહ્યો છે. યુવતીએ પોલીસ પાસે ન્યાયની માગણી કરી છે.
ઉમરા વિસ્તારમાં રહેતી યુવતીનો આક્ષેપ છે કે, સાથે નોકરી કરતા વિધર્મી યુવકે પોતાની વાકપટુતાથી તેને લગ્ન કરવાની લાલચ આપી મોહજાળમાં ફસાવી હતી. તેમજ અઢી વર્ષ સુધી તેના પૈસે લીલાલહેર કરતો હતો. હરવા-ફરવા માટે તેઓ યુવતીની જ ગાડીમાં જતા હતા. યુવતીએ લગ્ન કરવાની માંગણી કરતાં અકરમ વાત કરવાનું ટાળવા લાગ્યો હતો.
યુવતીની અરજી છે કે, યુવતી પોશ વિસ્તારમાં કપડાના શોરૂમમાં કામ કરતી હતી. અહીં તેની સાથે અકરમ અહેમદ લાકડાવાલા નામનો યુવક પણ કામ કરતો હતો. સાથે કામ કરતાં હોવાથી બંને પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધ અઢી વર્ષ સુધી ચાલ્યો હતો. તેમજ અઢી વર્ષમાં અકરમે યુવતી પાસેથી થોડા થોડા કરીને ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -