‘મમ્મી હિતેશ મારી સાથે લગ્ન કરવાનો નથી, ટાઇમપાસ કરતો હતો’, યુવતીએ પછી શું કર્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતના ભેસ્તાનમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેવા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. યુવતીએ આત્મહત્યા અગાઉ હાથની નસ કાપી હતી. યુવતી પાસેથી એક ચાર પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટ પ્રમાણે યુવતીએ પ્રેમપ્રસંગને લઇને સુસાઇડ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતીઓ પોતાની સુસાઇડ નોટમાં પ્રેમી હિતેશને ફાંસી અપાવવાની ઈચ્છા સાથે લોહીથી આઈ લવ હિતેશ લખ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, બેગમપુરાના ફાલસાવાડીમાં રહેતા બીપીનભાઈ પટેલ એસએમસીના ડીમોલેશન બાદ પરિવાર સાથે ભેસ્તાન આવાસમાં રહેવા આવ્યા હતા. જોકે કેટલીક સમસ્યાને પગલે તેઓ 15 દિવસ અગાઉ જ પરિવાર સાથે બેગમવાડી રહેવા આવ્યા હતા.
સુસાઇડ નોટમાં અંકિતાએ લખ્યું હતું કે, મમ્મી હિતેશ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે એ મારી સાથે ટાઈમ પાસ કરતો હતો. મને માફ કરજે પણ હિતેશને ફાંસીની સજા અપાવજે. મૃતક અંકિતાએ પોતાના લોહીથી સુસાઇડ નોટ પર આઈ લવ યુ હિતેશ લખીમોતને વ્હાલું કર્યું હતું.
સ્થાનિક લોકોના મતે અંકિતાના પિતા સંચા કારીગર છે. અંકિતા ત્રણ વર્ષથી હિતેશ નામના યુવાનના પ્રેમમાં હતી. હિતેશનું પણ ઘર પણ અંકિતાના ઘરની નીચે જ આવ્યું છે. હિતેશના પિતા લુમ્સના કારીગર છે.
શનિવારના રોજ તેમની નાની દીકરી અંકિતા ભેસ્તાન આવાસના મકાનમાં આવી હતી. ઘરે આવતા મોડું થતા અંકિતાને શોધતા શોધતા તેમનો પરિવાર પણ ભેસ્તાન આવ્યો હતો. જ્યાં તેમના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ જોયું તો અંકિતાની લાશ લટકતી મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -