સુરતઃ યુવતીના સહકર્મી યુવક સાથે દોઢ વર્ષના સેક્સ સંબંધ પછી કેવો આવ્યો વળાંક? શું થયો ચોંકાવનારો ખુલાસો?
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાની સાથે નોકરી કરતાં યુવક સામે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવક અને યુવતી વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સેક્સ સંબંધો હતા. જોકે, યુવક પરણિત હોવાની જાણકારી મળતાં જ યુવતીએ સંબંધો તોડી નાંખ્યા હતા. જોકે, યુવકે અંગત પળોનો વીડિયો ફરતો કરી દેવાની ધમકી આપીને તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયો અંગે યુવતીને ધમકાવીને તેને રિક્ષામાં બેસાડી સચિન મગદલ્લા રોડ પર એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા મકાનમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરુદ્ધ બે વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી યુવતીને ત્યાં જ છોડી દીધી હતી. યુવતી અહીંથી સીધી સચિન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને રવિન્દ્રસિંગ સામે મરજી વિરુધ્ધ દુષ્કર્મનો ફરિયાદ નોંધાવી હતી.
જોકે, યુવતીને રવિન્દ્ર પરણીત હોવાની ખબર પડતાં તેણે સંબંધો કાપી નાંખ્યા હતા. સંબંધો કાપી નાંખતાં જ રવિન્દ્રસિંગે પોત પ્રકાશ્યું હતું અને અગાઉ બંનેની અંગત પળોને વીડિયો તેણે ઉતારી લીધો હતો, તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
યુવતીએ સહકર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તેને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. યુવતીની ફરિયાદ છે કે, તેની સાથે નોકરી કરતાં રવિન્દ્રસિંગ મોતીસિંગ ઠાકુર નામના યુવક સાથે તે છેલ્લા અઢી વર્ષથી કામ કરે છે. જ્યાં યુવકે પોતે અપરણીત હોવાનું જણાવીને તેની સાથે સંબંધો વિકસાવ્યા હતા અને અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -