સુરતઃ ડો. દોશી સામે બળાત્કારનો કેસ યુવતીએ પાછો ખેંચી લીધો ને પતિને ખબર જ નથી, સમાજના આગેવાનો પણ ધુંઆાપુંઆ
સુરત: ટીમલીયાવાડ ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોશી સામેની બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું છે. હાઇકોર્ટે પ્રફુલ દોશી મારફત દાખલ કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન મંજૂર કરી હતી. પીડિતાએ પણ કોર્ટમાં સોગંધનામું રજૂ કરી કહ્યું હતું કે ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. ડોકટર દોશી છેલ્લાં 42 દિવસથી જેલમાં હતા. ડોકટર દોશી સામેની ફરિયાદ જ રદ થઈ ગઈ હોવાની ચર્ચા વાગુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. જોકે આ અંગે તેના પતિને ખબર જ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સમાજના આગેવાનો પણ આ વાતને લઈ ધુંઆપુંઆ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઠવા પોલીસ મથકમાં ડોકટર પ્રફુલ દોશી સામે ક્લિનિકમાં ચેકઅપ માટે આવતી સગર્ભાએ ચોથી સપ્ટેમ્બર, 2018ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પાંચમાં દિવસે ડો. પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે પહેલા એક દિવસ અને બાદમાં વધારાના રિમાન્ડ મંગાતા કુલ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ 12મી સપ્ટેમ્બરના રોજ કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આ દરમિયાન પીડિતાને ન્યાય અપાવવા પ્રજાપતિ સમાજની મિટિંગ પણ મળી. વિવિધ સ્તરે રજૂઆતો પણ થઈ હતી.
એક તરફ જ્યાં પોલીસ પ્રફુલ દોશીની ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજમાં હતી. ત્યાં હાઇકોર્ટ ખાતે જસ્ટિસ એ.વાય.કોગ્ઝેની કોર્ટમાં આરોપી દ્વારા ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં આ કેસની મુદત હોય પીડિતા દ્વારા સોંગદનામુ રજૂ કરી જણાવ્યું હતુ કે જો ફરિયાદ રદ કરવામાં આવે કોઇ વાંધો નથી, તેઓ આ કેસ આગળ ચલાવવા માગતા નથી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પણ કહ્યું હતું કે સમાધાન થઈ ગયુ છે. દલીલો બાદ કોર્ટે ક્વોશિંગ પિટિશન મંજૂર કરી ફરિયાદ રદ કરી હતી.
સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના સહમંત્રી લાભ વરિયાએ કહ્યું કે, અમારી પાસે ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે માહિતી આવી હતી. સમાજની વાડીમાં મિટિંગ થઈ હતી. પીડિતાને મદદ કરવા અને આરોપીને સજા કરવા માટે સમાજ આગળ આવ્યો હતો અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ અમે પિકચરમાં ન હતા. આખરે અમે સાંભળ્યુ છે કે સમાધાન થઈ ગયુ છે, એક રીતે સમાજને અંધારામાં રખાયુ છે.
ડો. દોશીએ હાઇકોર્ટમાં કરેલી કન્સર્ન ક્વોશિંગ મંજૂર થઈ હતી ત્યારે બીજી તરફ પોતે આ વાતથી અજાણ હોવાનું પીડિતાના પતિએ કહ્યું હતુ. જજે ઓરલ ઓર્ડર કર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી ત્યારે પીડિતાના પતિનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે કોઈ સમાધાન થયું નથી. વધુ વાત કરતા તેમણે ફોન કાપી નાંખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -