સુરતઃ બિલ્ડર સંબંધ બાંધવા દબાણ કરતો તેથી કંટાળી યુવતીએ ભર્યું કેવું પગલું?
પોલીસ કમિશનરના નામે લખેલી સૂસાઇડ નોટમાં યુવતીએ લખ્યું છે કે, મૈં મારીયા સોહેલ મેમણ, યે સ્યુસાઈડ નોટ એકદમ મજબૂર હોકે લિખતી હું .મૈં ચોકબજાર નોબલ માર્કેટ કે સામને ઝુલેખાં મંજીલ ફલેટ નં-101 મે રહેતી હું. 5 વર્ષ હુવે હૈં. શ્રી પોલીસ કમિશનર સાહબ હમારા ઘર માલિક મુન્ના સિલ્કવાલા, ઈરફાન સિલ્કવાલા ઔર હલીમા સિલ્કવાલા, યાસીન યે સબ જને મેરે કુ ટોર્ચર દેતે હૈં. જાન ઔર બોલ્તે ઈજજત સે સમજાતે વહાં તક. મેરે મોબાઈલ મે રેકોર્ડિંગ ભી હૈ. ઔર ઈરફાન સિલ્કવાલા યું બોલતા હૈ- ડીસીપી અનારવાલા સાહબ કી ધમકી દેતે ઔર હલીમા નીતીન ભજિયાવાલા બીજેપી પ્રમુખ કે નામ કી ધમકી દેતે હૈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુન્ના સિલ્કવાલા મેરે સાથ સંબધ કે લિયે 3 વર્ષ સે ટોર્ચર દેતે હૈ .ઔર કહેતા વોટસઅપ પે ગંદે પિકચર મંગવાતા હૈ. ઔર કહેતા ની કરેગી તો તેરે બચ્ચો કાટ ડાલુગાં. 24-09-2017 કુ ઈરફાન સિલ્કવાલા ને મુજે માં-બહેન કી ગાલીયા દી. ઔર હમારે બેડરૂમ કી વિન્ડો પાસ કાલી વિધિ કે બાલ ફેંક દેતે હૈ. મેરે પાસ ઈસકે ભી સબૂત હૈં. અગર મેરે કુ કુછ ભી હોવે તો ઈસકે જિમ્મેદાર મુન્ના, ઈરફાન, હલીમા, યાસમીન હોગેં. મેને પોઇઝન મંગા કે રખા હૈ. સાહબ મેરે કુ વા કી બિમારી હૈ. 24.9.17 કુ ભી મેં શામ કુ ભી મેં લિખ કે રખી થી. હમારે ઘર કે પૈસૈ ની દેતે સાબ. રીકવેસ્ટ કરતો તો બોલતે ક્યા સબૂત હૈ કે હમારે પાસ તેરે પૈસૈ હૈં.
સુરત: બિલ્ડરના ત્રાસથી ચાર મહિના પહેલા એક યુવતીએ સૂસાઇડ કરી લીધી હતી. ચાર મહિના પછી સુરત પોલીસે તેની સૂસાઇડ નોટના આધારે ચોકબજારના સીંધીવાડના બિલ્ડર બંધુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતી સુરત રેલવે સ્ટેશન સામેની બિસ્મિલ્લા હોટેલના માલિકની ભત્રીજી છે.
ચોકબજાર વડાચૌટા ઝુલેખા મંજીલમાં રહેતા જમીન દલાલ મોહમ્મદ સોહેલ મેમણની પત્ની મરીયમબાનુંએ બીજી ઓકટોબરે રાત્રીના સમયે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ચાર મહિના બાદ પોલીસને પાંચ પાનાની સૂસાઇડ નોટ હાથ લાગી જેના આધારે તપાસ કરીને લાલગેટ પોલીસે બિલ્ડર ઈરફાન ઈસ્માઈલ સિલ્કવાલા, તેનો ભાઈ નૂર મોહમ્મદ ઉર્ફ મુન્ના ઈસ્માઈલ સિલ્કવાલા, તેની પત્ની હલીમા સિલ્કવાલા તથા યાસમીનબાનુ મોહમ્મદ સિદ્દીક તંબુવાલા(તમામ રહે, સીંધીવાડ, વડા ચૌટા, ચોકબજાર)ની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
મેં રેલવે સ્ટેશન પે હોટલ હૈ બિસ્લિમલ્લા વાલે અબ્દુલ રઝાક કી તીસરે નંબર કી બેટી હું. 17 વર્ષ ને આજતક મેરે કુ કોઈ તકલીફ ની પડી. મેરે સબુત મે મેરી પડોશી સાહીન દીદી હૈ. મેને ઈસ્કુ સાબ બોલા થા કી મુન્ના મેરે કુ કિતના ટોર્ચર દેતે હૈ. આપ સાહબ કુ મેરી વિંનતી હૈ કે જલ્દ સે જલ્દ ઈસ્પે એકશન લે. સાબ સબૂત હૈં ઔર આઈ વીટનેસ ભી હૈ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -