સુરતના બિલ્ડરે બાળકીના બળાત્કારી-હત્યારા માટે કેટલા લાખનું જાહેર કર્યું ઈનામ, જાણો વિગત
આ દરમિયાન મોડી સાંજે સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ આ બાળકી વિષે અને તેના હત્યારા વિશે કોઈ પણ પ્રકારની માહિતી જે વ્યક્તિ પોલીસને આપશે તેને તેમના તરફથી રૂપિયા પાંચ લાખનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત પોલીસ ઉપરાંત રાજ્યની બીજી એજન્સીઓની પણ આ ગુનો ઉકેલવા માટે પોલીસ મદદ લઈ રહી છે. સામાજીક આગેવાનોને પણ પોલીસે બાળકીની ઓળખ થાય તેવા પ્રયાસ કરવા અપીલ કરી છે. બાળકી વિષે જો કોઈને પણ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.
સુરત: પાંડેસર જીઆવ-બુડીયા ગામ નજીકની એક ઝાડીમાંથી 6 એપ્રિલના રોજ એક બાકળીની લાશ મળી આવી હતી. બાળકી પર બળાત્કાર ગુજારીને ગળે ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલ્યું હતું. આ દરમિયાન મોડી સાંજે સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ આ બાળકી વિષે અને તેના હત્યારા વિશે કોઈ પણ પ્રકારની માહિતી જે વ્યક્તિ પોલીસને આપશે તેને તેમના તરફથી રૂપિયા પાંચ લાખનું ઈનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે બાળકીની લાશ બહારની હોય અને આરોપીઓ પણ બહારના હોય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. હાઈવે પરથી પસાર થતાં વાહનોની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અત્યાર સુધીમાં 8 હજાર જેટલા ગુમ થયેલા બાળકોના ફોટા આ બાળકીના ફોટા સાથે મેચ કરવાની કામગીરી કરી હતી.
આજ સુધી બાળકીની ઓળખ નહીં થતાં પોલીસની તપાસ ખોરંભે ચઢી છે. જોકે પાંડેસરા પોલીસ ઉપરાંત ડીસીબી, પીસીબી અને એસઓજીની ટીમ પણ બાળકીની ઓળખ મેળવવા માટે કામ લાગી છે. પોલીસે પાંડેસરા, સચીન અને તેના અંતરિયાળ ગામડાંઓમાં લગભગ ઘરે ઘરે ફરીને ફોટા બતાવી બાળકીની ઓળખ કરવા માટે પ્રયાસો કર્યા હતાં તેમ છતાં પણ બાળકીની ઓળખ શક્ય બની નથી.
આ બાબતે પોલીસ કમિશનર સતીષ શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 11 વર્ષની બાળકી સાથે થયેલા કૃત્ય બાબતે પોલીસ તેની ઓળક કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે અને આરોપીઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. સુરતને સુરક્ષીત રાખવા માટે સુરત પોલીસ હંમેશા કટીબદ્ધ રહેશે.
આ બાળકીની ઓળક કરવા માટે શહેર પોલીસે તમામ પ્રકારના પ્રયાસો હાથધર્યા હતાં. બાળકીના ફોટા સાથેના 1200થી વધુ પોસ્ટરો ટ્રેન અને અલગ-અલગ જગ્યાએ પણ લગાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ પોલીસને પણ બાળકીના ફોટો મોકલી તપાસ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર સતીષ શર્માએ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -