સુરતના રેલવે સ્ટેશનમાં 61 માળના 4 ટાવર ઉભા કરાશે, જાણો શું પ્લાનિંગ?
સુરત: અગાઉના વર્ષોમાં ગુજરાતનું રેલ બજેટ 588 કરોડ જેટલું રાખવામાં આવતું હતું તેને વધારીને આ વખતે ગુજરાતનું રેલ બજેટ 2400 કરોડથી વધારી દેવાયું છે જેમાં અમદાવાદ મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન પણ આપવામાં આવી છે. આ સહિત નવી 26 ટ્રેનો ગુજરાતને મળી છે. ત્યારે રેલ્વે સ્ટેશનને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે જેમાં સુરત સ્ટેશનમાં 61 માળના ચાર ટાવર ઉભા કરીને રેલ્વે સ્ટેશનની સુરત જ બદલી દેવામાં આવશે તેવી જાહેરાત આજે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં વ્યવસાય અને રોજગારીની વિપુલ તકો હશે આ ઉપરાંત વડોદરામાં રેલ્વે યુનિવર્સિટી સ્થપાશે તેવી જાહેરાત પણ રેલ્વે મંત્રીએ કરી હતી. તો સ્માર્ટ સીટી સાથે સ્માર્ટ સ્ટેશન બનાવવાની યોજના માટે અર્બન ડેલવપમેન્ટ વિભાગ સાથે પણ રેલ મંત્રાલયે એમઓયું કર્યા છે.
ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેપીટલ રેલ્વે સ્ટેશનના રી ડેવલપમેન્ટ અને રેલ્વે ટ્રેક ઉપર પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ અને વડોદરામાં રેલ યુનિવર્સિટી બદલ રેલ્વે મંત્રાલય અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને અહીં કોમર્શિયલ સેન્ટર ઉભું કરવામાં આવશે જેમાં વાણિજ્ય પ્રવૃતિને વેગ અપાશે તેમ પણ તેમને કહ્યું હતું.
ગાંધીનગર કેપીટલ રેલ્વે સ્ટેશનના રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટના પ્રારંભ પ્રસંગે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સભર હમસફર ટ્રેન અત્યારે અંત્યોદય અને તેજસ જેવી હાઈસ્પીડ તેમજ રૉયલ ટ્રેન પણ મુસાફરો માટે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. ત્યારે આમ જનતાને પ્રતિનિધિત્વ કરતાં મુસાફરોને રેલ્વે સ્ટેશને સુવિધા મળી રહે તે માટે ચાલુ જાન્યુઆરી માસ દરમિયાન 23 રેલ્વે સ્ટેશનોનું પુન નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં સુરત રેલ્વે સ્ટેશન પાછળ 645 કરોડ રૂપિયા ખર્ચ કરી આ સ્ટેશનને ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં આવશે. એટલું જ નહીં, અહીં 61 માળના ચાર ટાવરો ઉભા કરીને કોમર્શિયલ સેક્ટર પણ ઉભું કરવામાં આવશે,
- - - - - - - - - Advertisement - - - - - - - - -