સુરત: મહિલાએ બિલ્ડરને પ્રેમજાળમાં ફસાવ્યો, મોબાઈલમાં ક્લિક કરી અંગત પળોની તસવીરો, મહિલાએ આવું કેમ કર્યું, જાણો વિગતે
સુરત: સુરતના અડાજણમાં રહેતા એક બિલ્ડર સાથે ફોનથી સંપર્કમાં આવેલી એક મહિલાએ બિલ્ડરને જીવનથી હતાશ થઈ ગઈ હોવાનું જણાવીને તેની સાથે મિત્રતા કરી હતી અન અંગતપળોના ફોટા મહિલાના ભાઈએ પાડી લીધા હતા અને બિલ્ડરને બદનામ કરવાની ધમકી આપી લાખો પડાવી લીધા હતાં અને વારંવાર આપઘાત કરી લેવાની ધમકીઓ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે સામે પક્ષે મહિલાએ બિલ્ડર અલ્પેશ પટેલ સામે તેણે લગ્ન કરવાની લાલચ આપીને લોનાવા લઈ જઈને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આ મહિલા આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો જોકે આ ઘટના બની તે પછી અલ્પેશ પટેલે મહિલા સાથેના સંર્પકો ઓછા કરી દીધાં હતાં.
અલ્પેશ તેને વશ થઈ ગયો હતો અને 13 લાખ રોકડા, એક કાર, ફ્લેટ. એસી. ફ્રિજ અને ફર્નિચર પડાવી લીધા હતાં. અને અલગ-અલગ જગ્યાએ બન્ને મળતાં અને જે અંગળ પળો માણી હતી તેના ફોટા મહિલાના ભાઈ દિકેશે પાડી લીધાં હતાં. ફોટોના આધારે મહિલા સતત અલ્પેશ પટેલને બ્લેકમેઈળ કરતી રહેતી હતી.
તેણે ઈમોશનલ વાતો કરીને અલ્પેશ પટેલને પોતાની જાળ ફસાવ્યો હતો અને જીવનથી હતાશ થઈ ગઈ હોવાનું કહીને અવાર-નવાર રૂપિયા અને કોઈને કોઈ ચીજવસ્તુની માંગણીઓ કરવાનું શરૂ કર્યું હતું. જો નહીં આપે તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. અને પોતા ફ્લેટમાંથી કૂદી પડીને આપઘાત કરશે અને નામ અલ્પેશનું લખી જશે તેવી ધમકી આપી હતી.
અડાજણ પાલ ખાતે આવેલા સંજીવકુમાર હોલ નજીક આવેલી વૈકુંઠ રેસીડેન્સીમાં રહેતા બિલ્ડર અલ્પેશ પટેલ એક વર્ષ પહેલા વેસુમાં રહેતી એક મહિલા ફોનથી અલ્પેશ પટેલના સંપર્કમાં આવી હતી.
જે અંગે બિલ્ડરની ફરિયાદ લઈને ડીસીબી પોલીસે મહિલા તેની માતા અને ભાઈ સામે ખંડણીની ફરિયાદ નોંધી છે. જ્યારે સામે પક્ષે મહિલાએ બિલ્ડર સામે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -