સુરત: હિરોઈન જેવી લાગતી લેડી ડોન અસ્મિતાબા સામે નોંધાયા કયા ગુના, જાણો વિગત
સુરતઃ ધૂળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આંતક મચાવનાર ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામની લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીનો વીડિયો વાયરલ થવાના પ્રકરણમાં સુરતના વરાછા પોલીસે ભૂરીની ધરપકડ કરી છે. લેડી ડોન ભૂરી સહિત 9 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં લેડી ડોન ભૂરી અને તેના બે પન્ટરની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે ત્રણ તોફાનીઓને પકડી પાડ્યા છે. જેમાં લેડી ડોન ભૂરી અને બે પન્ટરને વરાછા પોલીસે બોમ્બે માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
લેડી ડોન ઉપરાંત પન્ટર સંજય ઉર્ફે ભૂરો, ગોપાલ વિઠ્ઠલ જાધવ, ભાવેશ રામજી ઝાલા, જગદીશ ઉર્ફે જગ્ગુ વશરામ ઝાલા, સંજય ઉર્ફે સની કનુ થળેસા, ભાવેશ દેસાઈ,ભાંગર તથા જીતેન્દ્રન ઉર્ફે કાળીયો કનુ થળેસા છે.
જોકે, તેમાં જે ફરિયાદી સંજય થળેસા હતો તે પોતે પણ આરોપી હતો. આ વાતનું ઉચ્ચ પોલીસ અધિકારીને ધ્યાને આવતા આખરે વરાછા પોલીસે પીએસઆઈની ફરિયાદ લઈને વધુ એક રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.
વરાછા પોલીસે વીડિયોના આધારે ભૂરી ઉર્ફ અસ્મિતાબા જીલુભા ગોહિલ (રહે,માનસી સોસાયટી,વિજય હોટેલ પાસે,કડોદરા) અને સંજય ઉર્ફ ભૂરો હિંમત વાઘેલાની સામે ગુનો નોંધ્યો હતો.
ભૂરીનો પન્ટર સંજય ઉર્ફ ભૂરો હિંમત વાઘેલા પણ ચપ્પુ લઈને યુવકને મારવા દોડી ગાળાગાળી કરતો વીડિયોમાં જોવા મળ્યાં હતાં. ચપ્પુને કારણે તેના એક પન્ટર અને અન્ય એક શખ્સને ઈજા પણ થઈ હતી. લેડી ડોનનો વીડિયો વાયરલ થયો ત્યાર બાદ વરાછા પોલીસની પોલ ઉઘાડી પડી હતી.
વરાછા લંબે હનુમાન રોડ પર ભગીરથ સોસાયટીના નાકા પાસે ધૂળેટીના દિવસે લેડી ડોન અસ્મિતાબા ગોહિલ ઉર્ફે ભૂરીએ હાથમાં હથિયાર લઈને તેના પન્ટરો સાથે રસ્તા પર નીકળી પડી હતી. દારૂના નશામાં ચકચૂર થઈ માથાભારે લેડી ડોન ભૂરીએ તોફાન મચાવતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -