સુરતમાં જાહેરમાં ધારિયા સાથે આતંક મચાવનારી યુવતીને લોકો કેમ કહે છે ફૂલન? કેમ યુવક સાથે ધારિયું લઈને નિકળી હતી બહાર?
સુરતના વરાછા વિસ્તારમાં આ યુવતી માથાભારે મનાય છે અને આ યુવતીને સ્થાનિક લોકો ફૂલનના નામથી ઓળખે છે. આ ઘટના જે વિસ્તારમાં બની એ જ સોસાયટીમાં આ યુવતી રહે છે. આ પહેલાં પણ તેણે આ રીતે જાહેરમાં હંગામો મચાવ્યો હતો અને તે જાહેરમાં હથિયાર લઇને ફરે છે તેથી તેને ફૂલન કહેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહિતી પ્રમાણે, શહેરના વરાછા વિસ્તારમાં માથાભારે યુવક અને યુવતીએ સરાજાહેર હાથમાં ચાકુ અને કોયતા જેવા ઘાતક હથિયાર લઇને નીકળી પડ્યા હતા. જેમાં યુવતીની અન્ય હરીફ ગેન્ગ દ્વારા મશ્કરી કરવામાં આવી હોવાના પગલે હથિયારો સાથે રસ્તા ઉપર યુવક અને યુવતી ધસી આવ્યા હતા.
આ બનાવના વીડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આમ વરાછા વિસ્તારમાં કાયદાનું ઉલ્લંઘન કરતી યુવતીનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નર સતીષ શર્માએ બનાવ અંગે ડીસીબી પોલીસને તપાસ સુપરત કરી છે.
આ અંગે જાણ થતા શહેર પોલીસ કમિશ્નર સતીષ શર્માએ ગંભીર નોંધ લઇને ક્રાઇમ બ્રાન્ચ પોલીસને તપાસ સુપરત કરી છે. વરાછામાં જાણે પોલીસની ધાક જ ના હોય એ રીતે ખુલ્લેઆમ હથિયાર લઇને ફરતાં સંજય અને અસ્મિતાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.
આ વીડિયો વૉટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ગણતરીની મિનીટોમાં વાયરલ થઇ ગયો હતો. વરાછા વિસ્તારમાં હાથમાં ઘાતક હથિયારો સાથે ખુલ્લેઆમ ધાકધમકી ફેલાવતા આ વીડિયો વાયરલ થયો હતો.
બીજીબાજુ સંજયે જાહેર રસ્તાં પર ચાકુ અને અસ્મિતા નામની યુવતી કોયતા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવીને બિભત્સ ગાળો બોલતા એક યુવાનનો શર્ટનો કોલર પકડીને ધમકાવ્યો હતો. એકબીજા મારામારી પર ઉતરી આવતા અન્ય રાહદારીઓ તેમના મોબાઇલ ફોન દ્વારા વીડિયો ઉતાર્યો હતો.
વરાછા વિસ્તારના ભગીરથ સોસાયટી વિભાગ-1માં ધૂળેટીના તહેવારના દિવસે સ્થાનિક ટપોરી સંજય ભુરા નામના યુવાન સાથે ફરતી અસ્મિતા નામની યુવતીની જાહેર રસ્તાં પર અમુક યુવાનોએ ઠઠ્ઠામશ્કરી કરી હતી, જેના કારણે સંજય અને અસ્મિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં ધારિયું લઈને ફરતી યુવતીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ યુવતીનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આ યુવતીની ઓળખ અસ્મિતા ગોહિલ તરીકે થઈ છે. અસ્મિતાબા ગોહિલ નામની આ યુવતી મૂળ ઉનાની છે અને સુરતમાં રહે છે તેવી માહિતી પણ મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -