AC Blast Reasons in Summer: અત્યારે દેશભરમાં ભીષણ ગરમી પડી રહી છે. આવી આકરી ગરમીના કારણે ભારતમાં એસી માર્કેટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. રેકોર્ડ બ્રેક એસીનું વેચાણ થયું છે પરંતુ તમને ખબર છે એસી ચલાવવા માટે કેટલીક સામાન્ય બાબતોનું જરૂર ધ્યાન રાખવું જોઇએ. નહીં તો મોટુ નકુસાન થઇ શકે છે. 


અતિશય ગરમીમાં, એર કંડિશનર આખા રૂમને ઠંડુ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આજકાલ એસી દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. પરંતુ ઘણા લોકો બેદરકાર હોય છે, જેના કારણે એસીમાં વિસ્ફોટનું જોખમ વધી જાય છે. ઉનાળાની ઋતુમાં આવા કિસ્સાઓ ઝડપથી સામે આવી છે. AC ફાટવાના ઘણા કારણો હોઈ શકે છે. જાણો અહીં તેના કારણો....


રેફ્રિજરેન્ટ લીક થવું છે સૌથી મોટુ કારણ 
એસી બૉમ્બની જેમ ફાટવાનું સૌથી મોટું કારણ રેફ્રિજન્ટ લીક થવાને માનવામાં આવે છે. રેફ્રિજન્ટ એ ગેસ છે જે રૂમને ઠંડુ રાખવાનું કામ કરે છે. જો AC મશીન યોગ્ય રીતે રિપેર કરવામાં ના આવે તો, આ રેફ્રિજન્ટ લીક થઈ શકે છે. આ પછી આ ગેસ ઇલેક્ટ્રિક સ્પાર્કના સંપર્કમાં આવે છે અને વિસ્ફોટનું કારણ બને છે.


ખરાબ મેઇન્ટેનન્સના કારણે થાય છે ધમાકા 
ખરાબ મેઇન્ટેનન્સ અને નબળી જાળવણી વિસ્ફોટનું કારણ બની રહી છે. વાસ્તવમાં, એસી અંદરની હવા ખેંચે છે અને ઠંડી હવાને બહાર ફેંકી દે છે. હવા દોરતી વખતે ધૂળ ફિલ્ટરમાં સ્થિર થાય છે. જો ACને લાંબા સમય સુધી સર્વિસ કરવામાં ના આવે તો આ ગંદકી ત્યાં જમા થવા લાગે છે. આનાથી ફિલ્ટર પર દબાણ આવશે અને કૉમ્પ્રેસર પરનો ભાર નોંધપાત્ર રીતે વધશે. કૉમ્પ્રેસર પર દબાણને લીધે વિસ્ફોટનું જોખમ ઘણુંબધુ વધે છે. આવી સ્થિતિમાં સમયાંતરે ACની જાળવણી કરવાની સલાહ આપવામાં આવે છે.


ધૂળ કે ગંદકી ના જવા દો 
ધૂળના સંચયથી કન્ડેન્સર કૉઇલ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. રેફ્રિજન્ટ સાથે મળીને તે હવામાંથી ગરમી દૂર કરી શકે છે. ઉપરાંત જો ગંદકી વધે છે, તો તે ગરમીની પ્રક્રિયામાં અવરોધો બનાવે છે. કૉઇલ યોગ્ય રીતે કામ ના કરવાને કારણે ACની આંતરિક પ્રક્રિયાઓને અસર કરે છે અને વિસ્ફોટની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.


લાંબા સમય સુધી એસી ના ચલાવો
લાંબા સમય સુધી AC ચલાવવું પણ ખૂબ જ ખતરનાક સાબિત થાય છે, તેને લાંબા સમય સુધી ચલાવવાથી તેનો ભાર વધી જાય છે અને તેના પાર્ટ્સ ખૂબ ગરમ થઈ જાય છે, જેના કારણે ACમાં વિસ્ફોટ થવાનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં AC ને સામાન્ય રીતે ચલાવવું અને જરૂર ના હોય ત્યારે તેને બંધ કરવું મહત્વપૂર્ણ છે.