નવી દિલ્હીઃ જો તમે આઇફોન (iPhone)ના ફેન છો અને આના નવા મૉડલનો ઇન્તજાર કરી રહ્યાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીનું આઇફોન એસઇ 3 (iPhone SE3) મૉડલ 8 માર્ચે લૉન્ચ થઇ શકે છે. આ ફોનનો લોકો ખુબ લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. લૉન્ચિંગ પહેલા આના ફિચર્સ લીક થયા છે. જાણો આ આઇફોનમાં તમને શું ખાસ મળશે... 


iPhone SE જેવી હશે ડિઝાઇન - 
રિપોર્ટ અનુસાર, એપલ (Apple) iPhone SE 3ને પોતાની બ્રાન્ડ એન્ડ ટૉપ ઓફ ધ લાઇન A15 બાયૉનિક ચિપસેટની સાથે mmWave અને બધુ -6Hz 5G સપોર્ટની સાથે ઉતારી શકે છે. આ નવા મૉડલની ડિઝાઇન iPhone SE (2020) જેવી હોવાની સંભાવના છે. 


રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે નવો ફોન 64GB, 128GB અને 256GB સ્ટૉરેજ ઓપ્શનની સાથે માર્કેટમાં આવશે. આઇફોન એસઇ 3માં IPhone SE 3 નો રિયર કેમેરો 12 મેગાપિક્સલનો હશે. જ્યારે ફ્રન્ટ કેમેરો પણ 12 મેગાપિક્સલનો હશે. કંપની આ વર્ષે મૉડલના 25-30 મિલિયન યૂનિટ્સને સિપ કરવાનુ ટાર્ગેટ રાખીને ચાલી રહી છે. 


iPhone SE3ના ફિચર્સ - 
આઇફોન એસઇ 3 (iPhone SE 3)માં તમને જાડા બેઝલ્સની સાથે 4.7 ઇંચની ડિસ્પ્લે મળવાની શક્યતા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મૉડલ સફેદ, કાળા અને લાલ કલર ઓપ્શનની સાથે માર્કેટમાં આવશે. લીક ફિચર્સ અનુસાર, iPhone SE 3નો લૂક iPhone SE 2020 જેવો જ હશે. નવા ફોનમાં તમને સિંગલ બેક કેમેરા અને પાવર બટન મળશે. સેફ્ટી માટે ફોનમાં ટચ આઇડી સેન્સર પણ આપવામાં આવ્યુ છે. રિપોર્ટનુ માનીએ તો આ ફોનની કિંમત 300 ડૉલરની આસપાસ એટલે કે 23,000 રૂપિયાથી શરૂ થવાનુ અનુમાન છે. 


આ પણ વાંચો.......... 


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી


યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?


શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો


VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો


24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન


Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ