Ukraine Russia War: રશિયા અને યૂક્રેન યુદ્ધ દિવસે દિવસે ખતરનાક સ્થિતિમાં આવી રહ્યું છે. પુતિનની સેના એક પછી એક યૂક્રેનના શહેરો પર કબજો જમાવી રહી છે. ત્યારે હવે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દુનિયાના દેશો પાસે મદદ માંગી રહ્યાં છે અને રશિયાને રોકવા માટે અપીલ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે બ્રિટેનના પીએમ બોરિસ જોનસન યૂક્રેનની મદદ આવ્યા છે. બોરિસ જોનસને યૂક્રેન પર રશિયાના હુમલાને લઇને રશિયા વિરુદ્ધ એક પ્લાન ઓફ એક્શન જાહેર કર્યો છે. આને લઇને તેમને કહેવુ છે કે જો તમામ આંતરરાષ્ટ્રીય દેશો આનુ અનુસરણ કરશે તો યૂક્રેન પર રશિયાના હુમલાનુ કોઇ મહત્વ નહીં રહે.
પ્લાન ઓફ એક્શન લાગુ કરવા માટે લેશે નિર્ણય -
બોરિસ જોનસન આ સંબંધમાં રાજનાયિક મીટિંગ કરીને નિર્ણય લેવાની વાત કહી છે. જોનસને કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય સમુદાયને એ અપીલ કરે છે કે તે આ સંબંધમાં કંઇક નવા અને સમેકિત પ્રયાસોને અંજામ આપશે. અમે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર તેની આલોચનાનુ એક મોટુ સ્વરૂપ જોયુ છે. દુનિયાભરના કેટલાય દેશોએ તેની વિરુદ્ધ કેટલાય મોટા આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે.
અમે ઇચ્છીએ છીએ કે નિષ્ફળ જાય પુતિન -
જોનસને કહ્યું કે અમે ઇચ્છીએ છીકે આક્રમકતા ભરેલા આ કૃત્યમાં પુતિન નિષ્ફળ જાય અને અમે તમામ આ માટે સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે યૂક્રેન પર હુમલા બાદથી જ અમેરિકા, બ્રિટન સહિતના કેટલાય પશ્ચિમી દેશો આનો વિરોધ કરી રહ્યાં છે. તાજેતરમાં જ જોનસનના કાર્યાલયે નિવેદન જાહેર કરીને રશિયન સેના દ્વારા પરમાણું ઉર્જા પ્લાન પર હુમલો કરવા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી.
જોનસને યૂક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે પણ આ મુદ્દા પર વાત કરી હતી. તેમના કાર્યલાય અનુસાર આ તેઓ અને ઝેલેન્સ્કી એ વાત પર સહમત થયા છે કે રશિયાએ તરત જ હમલો કરવાનુ બંધ કરી દેવો જોઇએ અને ઇમર્જન્સી સેવાઓને સંયંત્ર સુધી નિર્બાધ પહોંચની અનુમતી આપવી જોઇએ. બન્ને એ વાત પર પણ સહમત થયા કે યુદ્ધવિરામ આવશ્યક છે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો
24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન