Rog Phone 5S, 5S Pro Features: આસુસે ભારતમાં બિલકુલ નવા ROG Phone 5s અને ROG Phone 5s Pro સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. આની સાથે કંપનીએ પોતાની ROG સ્માર્ટફોન સીરીઝનો વિસ્તાર કર્યો છે. આને "ભવિષ્યનુ હથિયાર" કહેતા, કંપનીએ નવા ગેમિંગ ફોનને લૉન્ચ કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સેગમેન્ટમાં સૌથી ફાસ્ટ છે, કઇ રીતે? નવા ROG ડિવાઇસ 3GHz ચેપસેટ, 18GB સુધી LPDDR5 રેમ અને સાથે જ 512GB સુધી UFS 3.1 સ્ટૉરેજની સાથે આવે છે.
ડિસ્પ્લે-
બન્ને ફોનમાં 6.78- ઇંચ સેમસંગ E4 AMOLED ડિસ્પ્લેની સાથે 20.4:9 આસ્પેક્ટ રેશીયો, 2448 x 1080 પિક્સલ રિઝૉલ્યૂશનની સાથે આવે છે. ડિસ્પ્લે 144 Hz રિફ્રેશ રેટની સાથે સાથે 360 Hz નેટિવ ટચ સેમ્પલિંગ રેટનો વાયદો કરે છે. ટૉપ પર એક કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ છે અને સાથે જ એચડીઆર 10 અને એચડીઆર 10+ નો સપોર્ટ પણ છે.
બેટરી અને પ્રૉસેસર-
ફોનમાં 5nm, 64-બિટ ઓક્ટાકોર પ્રૉસેસર અને એક ક્વાલકૉમ એડ્રેનો 660 GPUની સાથે 3.0 GHz ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888+ ચિપસેટ આપવામાં આવી છે. આ આઉટ ઓફ ધ બૉક્સ ROG UIની સાથે Android 11 પર કામ કરે છે. ડિવાઇસને પાવર આપવા માટે 6,000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 65W સુધી ROG હાઇપર ચાર્જ સપોર્ટની સાથે આવે છે.
કેમેરા-
કેમેરાની વાત કરીએ તો ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. વળી, બીજો કેમેરો 13 મેગાપિક્સલ અને ત્રીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. વળી, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 24 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇફાઇ 6, બ્લૂટૂથ 5.2, વાઇફાઇ ડાયરેક્ટ, એનએફસી, યુએસબી ટાઇપ પોર્ટ સી અને 3.5 મિમી હેડફોન જેક સામેલ છે.
કિંમત-
આસુસે ROG Phone 5sને 49,999 રૂપિયાની શરૂઆત કિંમતમાં લૉન્ચ કર્યો છે. બેઝ પ્રાઇસ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે છે. એક સ્ટેપ અપ ઓપ્શન 57,999 રૂપિયામાં ઉપલબ્ધ છે અને આ 12GB રેમ અને 256GB સ્ટૉરેજની સાથે આવે છે. ફોન બે કલર ઓપ્શન- સ્ટૉર્મ વ્હાઇટ અને ફેન્ટમ બ્લેકમાં ઉપલબ્ધ હશે. બીજીબાજુ ROG Phone 5s Pro સિંગલ મેમરી અને સિંગલ કલર કૉન્ફિગરેશનમાં ઉપલબ્ધ હશે. ડિવાઇસ એક ફેન્ટમ કલરમાં આવશે અને 79,999 રૂપિયાની કિંમત હશે. જેમાં 18GB રેમ અને 512GB સ્ટૉરેજ હશે. બન્ને ફોન એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ પર 18 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી સેલ માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ