નવી દિલ્હીઃ આજકાલ દરેક ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને વધુ ને વધુ ફેસિલિટી અને સગવડ આપવા માટે પોતાના નવા નવા પ્લાન લઇને આવી રહી છે. જો તમે એક સસ્તા પ્લાનમાં સારી ઓફર અને વિશેષ ડેટા સાથે અન્ય સગવડો મળે એવો શોધી રહ્યાં છે ? આ માટે તમારે અહીં બતાવેલા પ્લાનનો ખ્યાલ લેવો પડશે. અમે અહીં તમને એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે તમને 500 રૂપિયાતી ઓછામાં તમામ વસ્તુઓ એક સાથે આપી રહ્યાં છે, જુઓ દરેક કંપનીના પ્લાન વિશે.........
Airtel 479 Recharge Plan -
આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આવપામાં આવી રહ્યો છે, આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSમ પણ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ ઉપરાંત આ અમેઝોન પ્રાઇમ વીડિયોના 'મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ'ના ફ્રી ટ્રાયલ સાથે આવે છે, જે 30 દિવસનુ ફ્રી ટ્રાયલ આપે છે. અન્ય ઓફર્સમાં અપોલો 24/7નુ ત્રણ મહિનાનુ ફ્રી સબ્સક્રિપ્શન, શૉ એકેડમીમાં મફત ઓનલાઇન અપસ્કિલ કોર્સ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાનુ કેશબેક છે. તમે હેલો ટ્યૂન્સનો મફતમાં ફાયદો ઉઠાવી શકો છો, અને વિન્ક મ્યૂઝિક માટે કોઇપણ જાતના ખર્ચ વિના સબ્સક્રિપ્શનનો ફાયદો ઉઠાવી શકો છો. જે પેકના અંત સુધી વેલિડ છે.
VI 479 Recharge Plan -
આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામા આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMS પણ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ ઉપરાંત યૂઝર્સને 2જીબી એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. અન્ય ફિચ્રસમાં વૉડાફોને પોતાના "બિન્ઝ ઓલ નાઇટ" ફિચરને સામેલ કર્યુ છે. જે એક યૂઝરને અડધી રાત્રથી સવાર 6 વાગ્યા સુધી વિના કોઇપણ વધારા ખર્ચ માત્ર સ્ટ્રીમ અને "તમે જે ઇચ્છો તે શેર કરવા"ની પરવાનગી આપે છે. Vodafone આ પ્લાનની સાથે ગ્રાહકોને વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા આપી છે. અનલિમીટેડ મૂવીઝ, ઓરિજિનલ્સ અને લાઇવ ટીવીની મજા લેવા માટે ગ્રાહકોને VIની મૂવીઝ એન્ડ ટીવી સુધી પણ પહોંચ મળે છે.
Jio 479 Recharge Plan -
જિઓના 479 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ ઉપરાંત આ પ્લાનમાં યૂઝર્સને જિઓ ટીવી, જિઓ સિનેમા, જિઓ સિક્યૂરિટી અને જિઓ ક્લાઉડનો પણ ફાયદો મળશે.
BSNL 347 Recharge Plan -
બીએસએનએલના 347 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આમાં અનલિમિટેડ કૉલિંગની સાથે દરરોજ 100SMS પણ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આની સાથે જ 56 દિવસની વેલિડિટીની સાથે ચેલેન્જ એરિના મોબાઇલ ગેમિંગ સર્વિસની મફત એક્સેસ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો......
Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત
IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના