WhatsApp Latest News: કેટલાય પાર્ટિસિપેન્ટની સાથે એક વૉટ્સએપ ગૃપ બનાવવુ કઠીન કામ હોઇ શકે છે. ખાસ કરીને જ્યારે તમારા સ્માર્ટફોનમાં તમામ કૉન્ટેક્ટ નંબર ના હોય, આ સમસ્યાની સાથે યૂઝર્સની મદદ કરવા માટે. ફેસબુકના સ્વામિત્વવાળા પ્લેટફોર્મે એક ફિચર શરૂ કર્યુ છે, જે તમારા વૉટ્સએપ ગૃપ માટે એક લિન્ક જનરેટ કરી દે છે, અને તેનાથી ગૃપ બનાવવા માટે એલાઉ આપે છે, એટલે કે જે યૂઝર્સ ગૃપમાં સામેલ થવા ઇચ્છો છો, તે લિન્ક દ્વારા તેમાં સામેલ થઇ શકશે.
આ ફિચર તમામ વૉટ્સએપ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, આ ધ્યાન આપવાની વાત છે કે વૉટ્સએપ ગૃપની લિન્ક નથી બનાવી શકતા, અને ના કોઇને સાથે શેર કરી શકો છો. શેર કરવા યોગ્ય લિન્ક ક્રિએટ કરવા માટે તમારે એક ગૃપ એડમિન હોવુ જરૂરી છે. જો તમે જાણવા ઇચ્છો છો કે વૉટ્સએપ ગૃપ માટે શેર કરનારી લિન્ક કઇ રીતે બનાવાય, તો આ સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
આ રીતે કરી શકો છો Whatsapp ગૃપ માટે ઇનવાઇટ-
સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ઓપન કરો.
હવે તે ગૃપ પર ટેપ કરો જેની લિન્ક બનાવવી છે.
હવે પેજના ટૉપ પર આવી રહેલા ગૃપના નામ પર ક્લિક કરો.
હવે સ્ક્રૉલ કરો અને “Invite to Group via Link” પર ટેપ કરો.
હવે તમે તમારા વૉટ્સએપ ગૃપમાં લિન્ક શેર કરવા માટે અલગ અલગ ઓપ્શન જોઇ શકશો.
તમે તમારા વૉટ્સએપ ગૃપ માટે એક ક્યૂઆર કૉડ પણ બનાવી શકો છો.
હવે જો કોઇ ગૃપને જૉઇન કરવા ઇચ્છે છે, તો લિન્કના માધ્યમથી જૉઇન કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ (WhatsApp) એક વધુ ફિચર પર કામ કરી રહ્યું છે. આ અંતર્ગત વૉટ્સએપ ગૃપ એડમિન (WhatsApp Group Admin) જ્યારે ઇચ્છે ગૃપના કોઇપણ સભ્યના મેસેજને ડિલીટ કરી શકે છે. મેસેજ ડિલીટ થયા બાદ સ્ક્રીન પર નૉટિફિકેશન બતાવશે કે એડમિને મેસેજ ડિલીટ કર્યો છે. આ ફિચર પણ જલ્દી જ રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....