Reliance Jio new prepaid plan: ટેલિકૉમ માર્કેટમાં આજકાલ દરેક કંપની પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા અને સસ્તા પ્લાન લૉન્ચ કરી રહી છે. જિઓ આ લિસ્ટમાં સૌથી આગળ છે કેમ કે તે પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે હવે એકદમ સસ્તો અને આખા વર્ષ માટેનો સ્પેશ્યલ પ્લાન લઇને આવ્યુ છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં તમને દરરોજ 2.5જીબી ડેટાની સાથે અનલિમીટેડ કૉલિંગ અને અન્ય સુવિધાઓ મળશે. એટલુ જ નહીં તમને આખા વર્ષ સુધી રિચાર્જમાંથી છુટ્ટી પણ મળી જશે. પ્લાનની કિંમત 2,999 રૂપિયા છે. જાણો શું છે આની ડિટેલ્સ.......  


Jio 2999 Prepaid plan:- 
કંપનીએ નવા પ્લાનને વેબસાઇટ પર પણ અપડેટ કરી દીધો છે. જિઓના 2,999 રૂપિયા વાળા પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી આપવામાં આવશે. આમાં દરરોજ 2.5જીબી ડેટા મળશે. આ રીતે કુલ ડેટા 912.5 GB આપવામાં આવશે. આમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આની સાથે જ તમને JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે. 


Vi 2899 prepaid Plan:
તુલના કરીએ તો વૉડાફોન આઇડિયાની પાસે પણ આ પ્રાઇસ રેન્જમાં 2899 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. વીઆઇના પ્લાનમાં પણ 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જોકે આમાં ડેટા ખુબ ઓછો છે. આમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS, અને Vi Movies & TV Classicનો એક્સેસ મળશે. આમાં ફ્રી નાઇટ ડેટા અને વીકેન્ડ રૉલઓવર પણ સામેલ છે. 


Airtel 2999 Prepaid plan:
એરટેલની પાસે પણ  2999 રૂપિયાનો પ્લાન અવેલેબલ છે. એટલે કે 365 દિવસ ચાલે છે. આમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ, વિન્ક મ્યૂઝિક, ફ્રી ઓનલાઇન કોર્સ જેવી સુવિધાઓ મળે છે.


આ પણ વાંચો...........


Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા


DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?


Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ


Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?


ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી