How to Disable Default App : જો તમે સ્માર્ટફોન (SmartPhone) યૂઝ કરો છો, તો તમે જોયુ હશે કે ફોન (Phone)માં કેટલીય એપ ડિફૉલ્ટ (Default App) એટલે કે પહેલાથી જ ઇન્સ્ટૉલ (Install) થઇને આવે છે. આમાંની કેટલીય એપ્સ એવી હોય છે, જેની જરૂર તમારે ક્યારેય નથી પડતી, અને તમે આને અનઇન્સ્ટૉલ (Uninstall) નથી કરી શકતા. પરંતુ બેકગ્રાઉન્ડમાં ચાલવાના કારણે આ તમારા ફોનની રેમ (Ram) પર અસર પહોંચાડે છે અને તમારા ફોનને સ્લૉ કરે છે. આજે અમે તમને બતાવી શું કે આ ડિફૉલ્ટ એપ્સને ડિઝેબલ કરીને રેમને કઇ રીતે પાવર આપી શકાય છે.
આ રીતે કરો ડિઝેબલ-
જેમ કે આપણે પહેલા જ બતાવ્યુ કે તમે ડાઉનલૉડ (Download) કરવામાં આવેલી એપને તો અનઇન્સ્ટૉલ (Uninstall) કરી શકો છો, પરંતુ ડિફૉલ્ટ એપને ક્યારેય પણ અનઇન્સ્ટૉલ નથી કરી શકાતી. આવામાં તેને રાખવી તમારી મજબૂરી છે. જોકે, આના યૂઝને તમે કન્ટ્રૉલ કરી શકો છો, એટલે કે તમે આને ડિઝેબલ કરીને રેમ અને બેટરીની લાઇફ બચાવી શકો છો, આને બંધ કરવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ.
હવે તમારે App & Notifications ઓપ્શન પર જવુ પડશે.તમે ઇચ્છો તો મેન્યૂઅલી સ્ક્રૉલ કરતા કે સર્ચ બાર પર ટેપ કરીને આના સુધી પહોંચી શકો છો.
જ્યારે તમારી સામે App & Notifications આવી જાય, તો આમાં જઇને ડિફૉલ્ટ એપ પર ક્લિક કરો.
હવે તમારી સામે તે તમામ એપ આવી જશે, જે ફોનમાં ડિફૉલ્ટ છે.
આમાંથી જેની જરૂર છે તેના પર ક્લિક કરો. હવે તમારી સામે જે પેજ ખુલશે તેમાં ડાબી બાજુ DISABLE અને જમણી બાજુ FORCE STOPનો ઓપ્શન દેખાશે.
તમારે આમાંથી DISABLE પર ક્લિક કરવુ પડશે. આ રીતે તમે ડિફૉલ્ટ એપને ડિઝેબલ કરી શકો છો.
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ