નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા નેટવર્ક સાઇટ ફેસબુક પોતાના યૂઝર્સને હંમેશા સવલતો પુરી પાડવા માટે અગ્રેસર રહે છે. હરહંમેશા પોતાના નવા ફિચર્સને યૂઝર્સની સામે મુકે છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિચરનો વધારો કરાયો છે, આ ફિચર મહિલાઓની અતરંગી અને ન્યૂડ તસવીરો પર કામ કરશે, એટલે કે ફેસબુક પર હવે મહિલાની મંજૂરી વગર તેઓની અતરંગી તસવીરો (non-consensual intimate images (NCII)) વાયરલ નહીં કરી શકાય. મેટાએ વૂમેન સેફ્ટી માટે ફેસબુકને StopNCII.org સાથે જોડ્યું છે. 


ફેસબુક StopNCII.org સાથે જોડાયુ- 
ફેસબુક StopNCII.org સાથે જોડાયુ છે, એટલે હવે મહિલાઓની અતરંગી તસવીરો (non-consensual intimate images (NCII)) કોઇપણ વાયરલ નહીં કરી શકે. કંપનીએ આની સાથે જ મેટા વૂમેન સેફ્ટી હબની રજૂઆત કરી છે. વુમેન સેફટી હબ 11 ભારતીય ભાષામાં હશે, જેમાં હિન્દી પણ સામેલ છે. આ વુમેન સેફટી હબમાં મહિલાઓ ફેસબુક પર સુરક્ષિત રહેવાની વિભિન્ન ટિપ્સ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ અંગે ખુદ કંપનીએ જાણકારી આપી છે. 


StopNCII.org ટૂલ કઇ રીતે કરશે કામ-
StopNCII.org એ એક પ્લેટફોર્મ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર મંજૂરી વિના કોઇની તસવીરો વાયરલ થતા અટકાવવાનો છે. ખાસ કરીને પીડિતોને આ પ્લેટફોર્મ પર ઘણા ટૂલ મળે છે, આ ટૂલ્સનો ઉપયોગ કરીને આ કામ આસાનીથી કરી શકાય છે. જ્યારે યુઝર ફરિયાદ કરે છે, ત્યારે આ પ્લેટફોર્મ યુનિક ID દ્વારા વિવાદિત પોસ્ટ પર કાર્યવાહી કરશે. ફેસબુકના ઓટોમેટિક ટૂલ્સ અપલોડ કરેલા ફોટાને સ્કેન કરે છે. એકવાર ફરિયાદ કરવામાં આવે તે પછી, આ સાધન અનામી હેશ અથવા સમાન છબીઓના આધારે અનન્ય ડિજિટલ ઓળખકર્તા જનરેટ કરે છે. આ ડિજિટલ ડેટાના આધારે, ટૂલ તેના ભાગીદાર પ્લેટફોર્મ પર પણ સ્કેન કરે છે. જ્યારે પણ ટૂલ મેચિંગ ચિત્ર જુએ છે, ત્યારે તે આપમેળે તેને દૂર કરે છે જેથી કોઈ તેને જોઈ ન શકે.


 


આ પણ વાંચો...... 


કેટરીના-વિક્કીના લગ્નમાં કયા સુપરસ્ટારે પોતાના પર્સનલ બૉડીગાર્ડને સુરક્ષા માટે ફટાફટ મોકલી દીધો, એક્ટ્રેસ સાથે સુપરસ્ટારનો શું છે સંબંધ, જાણો વિગતે


Gujarat Omicron : ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રીથી વાલીઓમાં ફફડાટ, ઓફલાઇન ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો


આ સોફ્ટવેર કંપની આપશે 12 હજાર નોકરી, જાણો ક્યાં કરવાની છે ભરતી


ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ


Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો