નવી દિલ્હીઃ મોબાઇલની દુનિયામાં ફરી એકવાર નોકિયા ધમાલ મચાવવા તૈયાર રહી છે. રિપોર્ટ છે કે એચએમડી ગ્લૉબલ હવે સ્માર્ટફોનને વધુ એક પગલુ આગળ વધારવા પ્રયાસ કરી રહ્યાં છે, અને આ અંતર્ગત કંપની હવે ફૉલ્ડેબલ ફ્લિપ ફોન લાવી રહી છે. આ ફોનનુ નામ છે નોકિયા 2760 ફ્લિપ 4G, અને તેની કિંમત પણ સસ્તી હશે. 


Nokia Power યૂઝર્સની એક તાજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે FCC (ફેડરલ કૉમ્યુનિકેશન કમીશન) પ્લેટફોર્મ પર મૉડલ નંબર Nokia 2760 Flip 4G moniker નામનો ફોન લૉન્ચ થઇ શકે છે અને KaiOS પર ચાલી શકે છે. રિલીઝ અનુસાર, Tracfone પર ઓફિશિયલ લિસ્ટિંગ દ્વારા Nokia 2760 Flip 4G ની ડિટેલ્સ સામે આવી છે. 


આ કંપનીના નેક્સ્ટ ફ્લિપ ફોનની સ્પેક્સ અને ડિઝાઇન વિશે તમામ ડિટેલ્સ આપવામા આવી છે. Nokia 2760 Flip 4Gનુ માપ 4.33 x 2.28 x 0.76 ઇંચ અને વજન 4.8 છે. ફ્લિપ ફોનની સ્ક્રીન 240 x 320 પિક્સલ રિઝૉલ્યૂશનને સપોર્ટ કરે છે. આમાં 1450mAhની બેટરી છે જે 6.8 કલાક સુધીનો ટૉકટાઇમ અને 13.7 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. 


નોકિયા 2760 ફ્લિપ 4Gમાં ક્લેમશેલ ડિઝાઇન છે. જે વર્ચ્યુઅલી ખુલે છે. આ મોડેલ કાળા રંગમાં જોવા મળ્યું છે, પરંતુ નોકિયા લોન્ચ કરતી વખતે અન્ય રંગો જાહેર કરે તેવી પ્રબળ શક્યતા છે. ટ્રાકોકોન લિસ્ટિંગ મુજબ સ્માર્ટફોનનું વજન આશરે 137 ગ્રામ હશે અને તેનું કદ 4.33 x 2.28 x 0.76 ઇંચ હશે. નોકિયા 2760 ફ્લિપ 4Gમાં નાની લંબચોરસ ડિસ્પ્લે છે અને તે મોટા બેઝલ્સથી ઘેરાયેલ છે. ડિસ્પ્લેની ટોચ પર ઇયરપીસ છે.


 


આ પણ વાંચો.......... 


ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો


સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?


અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા


Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું


Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ


ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ


ખ્યાતનામ અભિનેત્રી ફાઈવ સ્ટાર હૉટલમાં લોહીથી લથબથ હાલતમાં મળી, આત્મહત્યા કે હત્યા કરાઈ ? જાણો ચોંકાવનારી વિગત