Apple Lockdown Mode Feature: એપલ (Apple) હંમેશાથી સિક્યૂરિટીના મામલામાં અન્ય કંપનીઓથી આગળ જ રહે છે. એપલ સુરક્ષાની દ્રષ્ટિથી ખુબ સતર્કતા બતાવે છે. જોકે, એપલ માટે એક વાત ખુબ શરમજનક રહી જ્યારે કેટલાય રિસર્ચમાં એવા દાવો સામે આવ્યો કે ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ (Pegasus) એપલના ડિવાઇસને પણ જાસૂસી કરી શકે છે. આ દાવો એપલ માટે ખુબ શૉકિંગ હતો. 


Government પણ નહીં કરી શકે જાસૂસી - 
આ દાવા બાદ એપલ પોતાના યૂઝર્સને સ્પાયવેર જેવા ખતરનાક જાસસી હુમલાથી બચાવવા માટે નવુ સિક્યૂરિટી ફિચર લઇને આવ્યુ છે. એપલે આ નવા સિક્યૂરિટી ફિચરને એક યૂનિક નામ આપ્યુ છે. નામ છે "લૉકડાઉન". 


આના નવા ફિચરને કંપની જલદી રૉલઆઉટ કરવા જઇ રહી છે. લૉકડાઉન સિક્યૂરિટી ફિચર આઇફોન (iPhone), આઇપેડ (iPads) અને મેક કૉમ્પ્યુટર (Mac Computer) માટે રૉલઆઉટ થશે. કહેવાઇ રહ્યું છે કે આ ફિચર ડિવાઇસને બિલકુલ સિક્યૉર બનાવી દેશે, જે પછી કોઇપણ હેકર એપલ ડિવાઇસ પર હુમલો નથી કરી શકે. કંપનીએ એ મોટો દાવો પણ કર્યો છે કે લૉકડાઉન મૉડ આવ્યા બાદ ખતરનાક ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કોઇપણ દેશની સરકાર એપલ ડિવાઇસની જાસૂસી નહીં કરી શકે. 


Lockdown Mode જલદી થશે લૉન્ચ - 
એપલે પોતાના નવા લૉકડાઉન મૉડની શરૂઆતમાં એક ટેસ્ટ વર્ઝન રિલીઝ કરશે, જેનાથી સિક્યૂરિટી રિસર્ચર કોઇપણ બગ કે કમજોરીની ઓળખ કરશે. જોવામાં આવ્યુ છે કે એપલ સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં પોતાના ડિવાઇસ ઓપરેટિંગ સિસ્ટમ માટે લેટેસ્ટ અપડેટ રિલીઝ કરે છે.


 


આ પણ વાંચો...... 


ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?


Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે


ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?


IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો