WhatsApp Media Share: વૉટ્સએપએ કથિત રીતે iOS યૂઝર્સ માટે એક નવુ બીટા અપડેટ રૉલ આઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે. એક રિપોર્ટ અનુસાર, વૉટ્સએપે ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામના માધ્યમથી એક નવુ અપડેટ સબમિટ કર્યુ છે, જે વર્ઝનને 22.3.75 સુધી લાવે છે. રિપોર્ટમાં આગળ બતાવવામાં આવ્યુ છે કે નવા બીટા અપડેટ એક નવા ફિચરની સાથે આવે છે, જે યૂઝર્સને એક સિંગલ વિન્ડોમાં પોતાની મીડિયા ફાઇલને પોતાના સ્ટેટસ, પર્સનલ ચેટ અને ગૃપમાં શેર કરવાની સુવિધા આપશે. વર્તમાનમાં જો તમે પોતાના સ્ટેટસ પર એકથી વધુ ચેટની સાથે મીડિયા ફાઇલ શેર કરવા ઇચ્છો છો, તો તમારે આને અલગ અલગ કરવુ પડશે. 


રિપોર્ટ અનુસાર, ભવિષ્યના અપડેટની સાથે iOS યૂઝર્સ વધુ ફન્કશનની સાથે એક નવી ડિઝાઇન કરવામાં આવેલા કેપ્શન વ્યૂ જોઇ શકશો. રિપોર્ટ બતાવે છે કે, ચેટ, ગૃપ કે સ્ટેટસ સેક્સનમાં કેમેરા આઇકૉન પર ટેપ કરવા પર યૂઝર્સ તે ઓપ્શનને સિલેક્ટ કરવામાં સક્ષમ થશે જ્યાં તે મીડિયા ફાઇલ શેર કરવા ઇચ્છે છે. યૂઝર્સ કેપ્શન સેક્શનમાં સિલેક્શન્સને પણ જોઇ શકશે. કેમ કે આ ફિચર હજુ ડેવલપમેન્ટમાં છે, તો કહી નથી શકાતુ કે ક્યાં સુધી યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. 


વૉટ્સએપ પણ કથિત રીતે એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેનાથી તમારા માટે કેટલાય ગૃપને મેનેજ કરવુ આસાન થઇ જશે. એક રિપોર્ટ અનુસાર, જ્યારે કૉમ્યુનિટીઝ ફિચરને પહેલી વાર રૉલઆઉટ કરવામાં આવશે, તો વૉટ્સએપ એક નવુ ઇન્ટ્રૉડક્શન પેજ બતાવશે. 


સ્કીનશૉટથી જાણવા મળ્યુ છે કે આ ફિચર તમને તે ગૃપ્સને જોડવાની પરવાનગી આપશે, જેને તમે આસાનીથી પહોંચ માટે એક રૂફની નીચે મેનેજ કરી શકશો, સ્ક્રીનશૉટથી એ પણ જાણવા મળ્યુ છે કે તમે તમારા તમામ ગૃપને એકવારમાં જ એક મેસેજીસ મોકલવામાં સક્ષમ થશો. કેટલાક અઠવાડિયા પહેલા આઇઓએસ સ્માર્ટફોન્સ માટે રિલીઝ કરવમાં આવેલી બીટા અપડેટમાં પણ આ રીતનુ હિડન રેફરન્સ જોવા મળ્યુ હતુ. જે લોકો નથી જાણતા તેમના માટે બાતવી દઇએ કે ફેસબુકના સ્વામિત્વ વાળુ મેસેજિંગ પ્લેફોર્મ કેટલાય સમયથી એક કૉમ્યુનિટી ફિચર પર કામ કરી રહ્યું છે. 


 


આ પણ વાંચો........ 


Ukraine-Russia War: 22 દિવસના યુદ્ધમાં રશિયાને આટલું નુકસાન થયું, જાણો યુક્રેને કેટલા સૈનિક માર્યાનો દાવો કર્યો


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો


સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો


ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ


CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે


આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે