Holi 2022: આજે હોળીને તહેવાર છે, રંગો અને ગુલાબથી લોકો હોળી રમે છે, પરંતુ આજના આધુનિક યુગમાં રંગોની સાથે સાથે લોકો પાક્કા કલર અને પાણીનો પણ ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, આવા સમયે મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રૉનિક્સ ગેઝેટ્સને ખરાબ થવાનો ભય રહે છે. જો તમે આવા હોળીના તહેવારમાં મોબાઇલ ફોનને સુરક્ષિત રાખવા માંગતા હોય તો અહીં અમે તમને પાંચ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જેને અજમાવ્યા બાદ તમે આરામથી હોળીની મજા માણી શકો છો, અને ફોન પણ સુરક્ષિત રાખી શકો છો. જાણો........... 


મોંઘા ફોનને આ રીતે બચાવો પાણીથી- 


ઝિપ લોક બેગ- 
ઝિપ લોક બેગ બહુ મોંઘી નથી આવતી અને તેમાં તમે તમારો સ્માર્ટફોન રાખશો તો ફોનમાં પાણી અને રંગ નહીં પ્રવેશે તેમજ તમારો ફોન સુરક્ષિત રહેશે.


હેન્ડ ફ્રી- 
જો તમને વારંવાર ફોન આવતા હોય તો તમે હોળી રમતી વખતે હેન્ડ ફ્રીનો ઉપયોગ કરી શકો છો. તમે આ સિવાય બ્લૂટૂથ હેન્ડ ફ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફોનને બહાર રાખવાની પણ જરૂર નથી,


વોટરપ્રૂફ કવર-
તમે જો આઈફોનનો ઉપયોગ કરો છો તો આઈફોન વોટરપ્રૂફ કવરનો ઉપયોગ કરી શકો છો. આ કવરથી તમારા ફોનમાં પાણી અને રંગે નહીં પ્રવેશે, અન્ય સ્માર્ટફોન્સ માટે પણ બજારમાં વોટરપ્રૂફ કવર ઉપલબ્ધ છે.


આજના દિવસે તમે જુના ફોનનો ઉપયોગ કરી શકો છો- 
જો તમે આ હોળીમાં તમારા ફોનને પાણી અને રંગથી બચાવવા માગો છો તો તમારા કોઈએક જૂના ફોનનો પણ ઉપયોગ કરી શકો છો, કારણકે જૂના ફોનમાં કોઈ કારણસર સમસ્યા સર્જાય તો મોટું નુક્સાન થવાનો ભય પણ રહેતો નથી.


આ પણ વાંચો.........


Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા


ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો


દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા


Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....


Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....


ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો