Samsung Galaxy Z Flip 3 Offer : જો તમે સેમસંગનો Galaxy Z Flip 3 ફોન લેવા ઇચ્છી રહ્યાં હોય, પરંતુ વધારે કિંમતના કારણે ના લઇ શક્યા હોય, તો અત્યારે તમારા માટે શાનદાર મોકો છે. ખરેખરમાં સેમસંગના આ પ્રીમિયમ ફોન પોતાની રિયલ પ્રાઇસથી બહુજ ઓછી કિંમતે મળી રહ્યો છે. ફોનની કિંમતને ઓફર અંતર્ગત બહુ ઓછી કરી દેવામાં આવી છે. આવો અમે તમને બતાવી રહ્યાં છીએ કે શું છે આ પુરુ ઓફર, અને તમે આને કઇ રીતે સસ્તામાં ખરીદી શકો છો.


આ છે ખાસ ઓફર- 
ખાસ વાત છે કે, આ સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત ઓનલાઇન શૉપિંગ સાઇટ પર લગભગ 84,999 રૂપિયા છે, આ ફોનની ખરીદવા માટે જો તમે એચડીએફસી કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 7 હજાર રૂપિયાનુ કેશબેક મળશે. એટલે કે 84,999 રૂપિયા વાળા ફોનની કિંમત 77,999 રૂપિયા થઇ જશે. હવે આ પછી તમને એક્સચેન્જ બૉનસ પણ મળશે. તમે કોઇ જુનો ફોન આપીને 13,900 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ફોનની કિંમત 64099 રૂપિયા થઇ જાય છે. જોકે વધારે એક્સચેન્જ વેલ્યૂ માટે તમારો ફોન પણ સારો અને મોંઘો હોવો જોઇએ. જો તમે iPhone 12 આપીને આ ફોન લેશો તો તમને લગભગ 13900 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી જશે. જોકે બીજી જગ્યાએ આઇફોન 12 ની વેલ્યૂ આનાથી વધારે હોઇ શકે છે. 


Samsung Galaxy Z Flip 3ની સ્પેશિફિકેશન્સ- 
Samsung Galaxy Z Flip 3 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. પોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સિક્યૉરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે.


 


આ પણ વાંચો..................


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ


Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન