નવી દિલ્હીઃ ટેક જાયન્ટ્સ Appleને એક મોટો ઝટકો લાગ્યો છે. Appleના પૉપ્યૂલર મોબાઇલ iPhone 13 અને iPhone 12ને બેન કરી દેવામાં આવ્યા છે. આ બેન કૉલંબિયામાં કરવામાં આવ્યો છે, એટલે કે કંપની હવે આ સ્માર્ટફોનને કૉલંબિયામાં નહીં વેચી શકે.
આને લઇને કૉલંબિયાના બોગોટા કોર્ટે આદેશ આપ્યો છે, આદેશ અનુસાર, એપલ કૉલંબિયામાં કોઇપણ 5G કનેક્ટિવિટી વાળા ડિવાઇસ જેવા કે iPhone 13, iPhone 12 અને એટલે સુધી કે 5G કનેક્ટિવિટીની સાથે આવનારા iPad મૉડલ્સ પણ નહીં વેચી શકે.
આ પ્રતિબંધ ત્યારે લગાવવામાં આવ્યો છે, જ્યારે કોર્ટે સ્પષ્ટતા કરી કે, કંપનીએ પેટન્ટ ચોરી કરી છે. ખરેખરમાં બોગોટા કોર્ટમાં Apple પર એપ્રિલમાં 5G હાર્ડવેર એસેન્શિયલ પેટન્ટ ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 5Gના સ્ટાન્ડર્ડ એસેન્સિયલની પેટન્ટ 2019 માં Ericssonને આપવામાં આવ્યા હતા, જે ડિસેમ્બર 2037 સુધી વેલિડી રહેશે.
એ કહેવામાં આવ્યુ છે કે એપલે પેટન્ટની વેલિડિટીને માની લીધી છે, પરંતુ લાયસન્સિંગ બહુજ વધુ છે. આ પ્રતિબંધ બાદ એપલ આ પ્રૉડક્ટ્સનો નવો સ્ટૉક ઇમ્પોર્ટ નથી કરી શકતી, કે ના તેની એડવર્ટાઇઝ કરી શકે છે, પહેલાથી જે જમા સ્ટૉક છે તેને પણ કંપની નથી વેચી શકતી.
આ ઉપરાંત કોર્ટે એન્ટ્રી -એન્ટીસૂટ ઇન્જેક્શન પણ એપ્લાય કરી દીધુ છે, આનો મતબલ એપલ બેનને હટાવવાને લઇને બહાર કોઇ કોર્ટમાં અપીલ નથી કરી શકતુ. જોકે, એપલે કોર્ટમાં કહ્યું હતુ કે 5G નેટવર્ક હજુ દેશમાં નથી, આ કારણથી તે કમ્પૉનન્ટનો યૂઝ નથી કરવામાં આવ્યો.
પરંતુ, કોર્ટે કહ્યું કે 5G ટ્રાયલ થવાનો છે, આવામાં લોકો આ ટેકનોલૉજીનો યૂઝ કરશે અને પેટન્ટનુ ઉલ્લંગન થશે. આ બેન એવા સમયે આવ્યો છે જ્યારે એપલ iPhone 14ને ગ્લૉબલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવામાં આ કંપની માટે એક મોટો ઝટકો તરીકે દેખાઇ રહ્યો છે.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ