નવી દિલ્હીઃ દેસી મોબાઇલ બ્રાન્ડ Lavaએ પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. કંપનીની આ નવી પ્રૉજક્ટ ચાર અલગ અલગ કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવી છે. કંપનીએ એન્ટી સેગમેન્ટ લેવલમાં પોતાનો Lava Blaze સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે, જેની ડિઝાઇન અને લૂક એકદમ આકર્ષક છે. 


ખાસ વાત છે કે, ફોનમાં 5000mAhની બેટરી, પંચ હૉલ ડિસ્પ્લે અને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોન વર્ચ્યૂઅલ રેમ સપોર્ટ કરે છે. આ ફોનની ટક્કર Realme C31 અને Poco C31 જેવા સ્માર્ટફોન સાથે થવાની છે. જાણો ફોન વિશે........ 


Lava Blazeની કિંમત અને ડિટેલ્સ - 
Lava Blaze ફોનની 3GB RAM + 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 8,699 રૂપિયા છે. સ્માર્ટફોન ચાર કલર - ગ્લાસ બ્લેક, ગ્લાસ ગ્રીન, ગ્લાસ બ્લૂ, અને ગ્લાસ રેડમાં આવે છે. ફોન પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ છે. 


આને તમે લાવાની અધિકારીક વેબસાઇટ પરથી બુક કરી શકો છો. સ્માર્ટફોનને તમે લાવા ઇ-સ્ટૉર, ફ્લિપકાર્ટ અને બીજા ઓફલાઇન રિટેલ સ્ટૉર પરથી ખરીદી શકશો. આની સેલ 14 જુલાઇથી શરૂ થશે. કંપની પ્રીબુકિંગ કરનારાઓને પહેલા 1000 ગ્રાહકોને Lava Probuds 21 ફ્રી આપી રહી છે. 


આ પણ વાંચો...... 


ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?


Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે


ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?


IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો