Bar Code And QR Code: હંમેશા કોઇ સામાન ખરીદતા સમયે કે પછી કોઇ ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે બારકૉડ (Bar Code) અને ક્યૂરઆર કૉડ (QR Code) નુ નામ સામે આવે છે. આને સ્કેન કર્યા બાદ પેમેન્ટ તરતજ થઇ જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારુ કામ આસાન કરી દેનારા આ વાંકાચૂંકા કૉડમાં શું છે, અને તે કેટલુ તમારા માટે જરૂરી છે. નહીં ને, આ કૉડ ભલે સામાન્ય દેખાતા હોય પરંતુ તેનુ કામ બધાથી અલગ અને ખુબ અગત્યનુ છે. ક્યૂઆર કૉડ અને બારકૉડમાં ખુબ મોટુ અંતર છે, જાણો શું છે બન્ને વચ્ચે તફાવત.......
અહીં અમે તમને બાક કૉડ (Bar Code) અને ક્યૂઆર કૉડ ( QR Code) વિશે પુરેપુરી જાણકારી આપીશું.
બારકૉડ (Bar Code) શું છે
બારકૉડનો ઉપયોગ 1974 માં કૉમર્શિયલ કામ માટે શરૂ કરવામાં આવ્યો હતો, તમે જોયુ હશે કે જ્યારે તમે કોઇ સામાન ખરીદો છો, તો તેને લીધા બાદ દુકાનદાર તેના બારકૉડને સ્કેન કરે છે. ખરેખરમાં આ સામાનનો એક લીનિયર રી-પ્રેઝેન્ટેશન છે, જેને એક ઓપ્ટિકલ ડિવાઇસની મદદથી વાંચવામાં આવે છે. બારકૉડની મદદથી કોઇપણ સામાનની પુરેપુરી જાણકારી મળી જાય છે. આ કૉડને સ્કેન કર્યા બાદ તેની કિંમત, મેન્યૂફેક્ચરિંગ ડેટ જેવી બીજી કેટલીય જાણકારીઓ વિશે જાણી શકાય છે. આ તમારા કામને આસાન બનાવે છે, કેમ કે કોઇપણ સામાનની જાણકારી બારકૉડ સ્કેન કરીને તમે ખુદ પણ લઇ શકો છો.
શું હોય છે ક્યૂઆર કૉડ (QR Code) -
ક્યૂઆર કૉડનુ પુરુ નામ ક્વિક રિસ્પૉન્સ કૉડ છે, નામથી જ સમજાઇ જશે કે આ કામ જલદી કરે છે. ખરેખરમાં આ બારકૉડનુ જ એક એડવાન્સ વર્ઝન છે. આ બારકૉડની સરખામણીમાં વધુ જાણકારીઓ સ્ટૉર કરી શકે છે. આ કૉડે ઓનલાઇન પેમેન્ટ અને લોકોના જીવનને વધુ આસાન બનાવી દીધુ છે. જો તમે કેશ લઇને નથી ચાલતા, તો તેનુ મોટુ કારણ આ જ છે. આજકાલ દુકાનદારથી લઇને દરેક વ્યક્તિ પાસે એક ક્યૂઆર કૉડ છે, જેની મદદથી ખુબ આસાનીથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે.
ક્યૂઆર કૉડને 1994માં બનાવવામાં આવ્યો હતો, આ પહેલા ઓટો મોબાઇલના સ્પેર પાર્ટ્સને સ્કેન કરવા માટે બનાવવામાં આવ્યો હતો, આને માત્ર તે જ મોબાઇલ એપ્સ વાંચી શકે છે, જે ખાસ કરીને આને વાંચવા માટે બનાવવામાં આવેલી. ઓનલાઇન પેમેન્ટ દરમિયાન ક્યૂઆર કૉડમાં વ્યક્તિનુ નામ, તેના બિઝનેસનુ નામ (જો છે, તો) બેન્ક એકાઉન્ટ નંબર સહિતની કેટલીય માહિતીઓ સ્ટૉર થાય છે.
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ