નવી દિલ્હીઃ શું તમે પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં લૉગીન નથી કરી શકતા. જો હા, તો એ સમાચાર જરૂર વાંચો. મોટી સંખ્યામાં એવા કેસો સામે આવી રહ્યાં છે જેમાં લોકો લૉગિન ના કરી શકવાની ફરિયાદ કરી રહ્યાં છે. સતત મળતી ફરિયાદો પર કંપનીએ આનુ કારણ પણ બતાવ્યુ છે. ખરેખરમાં કંપનીનુ કહેવુ છે કે આ સમસ્યા તે યૂઝર્સને આવી રહી છે, જેમને હજુ સુધી ફેસબુક પ્રૉટેક્ટ ચાલુ નથી કર્યુ. આવામાં જ્યાં સુધી તમે ફેસબુક પ્રૉટેક્ટને એક્ટિવેટ નહીં કરો ત્યાં સુધી એકાઉન્ટને એક્સેસ નહીં કરી શકો. આવો જાણીએ શું છે ફેસબુક પ્રૉટેક્ટ અને કઇ રીતે કરી શકાય છે એક્ટિવેટ.......  


શું છે ફેસબુક પ્રૉટેક્ટ - 
આ એક સિક્યૂરિટી પ્રૉગ્રામ છે. આને લાવવાનો હેતુ યૂઝર્સના એકાઉન્ટને સેફ કરવાનો હતો. આ ફિચરને કંપનીએ ગયા વર્ષે રિલીઝ કર્યુ હતુ. આને તે યૂઝર્સ માટે કાસ રીતે બનાવવામાં આવ્યુ હતુ જેમના એકાઉન્ટ હોવાનો ખતરો રહે છે, આવામાં લોકો પત્રકાર, સરકારી સ્ટાફ અને માનવાધિકાર સંસ્થા સાથે જોડાયેલા સભ્યો છે. આને એક્ટિવેટ કરવા માટે કંપનીએ રૉલઆઉટ બાદ સતત નૉટિફિકેશન મોકલ્યુ હતુ. કેટલાય રિમાઇન્ડર બાદ પણ જેમને આને ચાલન નથી કર્યુ તેમના એકાઉન્ટ પર લૉગીન નથી થઇ રહ્યાં. 


આ રીતે કરો એક્ટિવેટ - 
જો તમે પણ હજુ સુધી ફેસબુક પ્રૉટેક્ટને ચાલુ નથી કર્યુ અને આના કારણે લૉગીન નથી કરી શકતા, તો તાત્કાકિલક નીચે બતાવેલા સ્ટેપ્સને ફોલો કરો. 


સૌથી પહેલા તમે ફેસબુક ઓપન કરો.
હવે સેટિંગમાં જઇને Security and Loginના ઓપ્શન પર ક્લિક કરો. 
આના પર ક્લિક કરતાં જ તમારી સામે ફેસબુક પ્રૉટેક્ટનો ઓપ્શન દેખાશે. 
હવે તમને આના પર ક્લિક કરીને આને એક્ટિવેટ કરવાનુ છે.
આ રીતે તમારા એકાઉન્ટમાં આ ફિચર ચાલુ થઇ જશે, અને તમે પોતાના ફેસબુક એકાઉન્ટને એક્સેસ કરી શકશો. 


આ પણ વાંચો......... 


જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ


કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત


જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું


Monkeypox Scare: મંકીપોક્સ અંગે આરોગ્ય મંત્રાલય સતર્ક, અધિકારીઓને કડક તકેદારી રાખવા, ચેપગ્રસ્ત દર્દીઓને અલગ રાખવા સૂચના આપી


Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક