નવી દિલ્હીઃ જો તમે ગૂગલ (Google)ની મેસેજિંગ સર્વિસ હેન્ગઆઉટ (Hangout)નો યૂઝ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કેમ કે ગૂગલ હવે આ પ્લેટફોર્મને બંધ કરવા જઇ રહી છે. આની જગ્યાએ કંપની નવી મેસેજિંગ સર્વિસ ગૂગલ ચેટ (Google Chat) લૉન્ચ કરશે. 


આવામાં હેન્ગઆઉટના યૂઝર્સને ગૂગલ ચેટ પર શિફ્ટ કરવામાં આવશે. આવામાં હેન્ગઆઉટના ડેટાને સાચવીને રાખી લેવો જોઇએ, જાણો શું છે ગૂગલ ચેટ અને ક્યારથી હેન્ગઆઉટ યૂઝર્સ આના પર શિફ્ટ કરવામાં આવશે, અને તમે કઇ રીતે તમારો ડેટ સેવ કરી શકશો............ 


ક્યારથી શરૂ થશે નવી સર્વિસ- 
રિપોર્ટ અનુસાર, ગૂગૂલ ચેટ 22 માર્ચ 2022થી વર્ક કરવા લાગશે. આવામાં જ્યારે તમે હેન્ગઆઉટ પર ક્લિક કરશો તો તમને ત્યાંથી શિફ્ટ કરીને ગૂગલ ચેટ પર લઇ જવામાં આવશે. આ પછી હેન્ગઆઉટનો ઓપ્શન બંધ થઇ જશે. એક્સપર્ટનુ માનીએ તો આમ તો હેન્ગઆઉટ પરથી ડેટા ઉડવાનો ચાન્સ બહુ ઓછો છે, છતાં પણ તમારે સાવચેતીપૂર્વક હેન્ગઆઉટ પર રહેલા ડેટા, જરૂરી મેસેજ અને ફાઇલનો બેકઅપ બનાવીને રાખી લેવો જોઇએ.


2020થી જ આને બંધ કરવાનુ ચાલી રહ્યું છે કામ- 
ઉલ્લેખનીય છે કે ગૂગલે જૂન 2020માંથી જ હેન્ગઆઉટ બંધ કરવાનુ કામ કરી દીધુ હતુ. ત્યારે કંપની આને જીમેઇલ સાથે ઇન્ટીગ્રેટ કરવા માંગતી હતી. આના પહેલા આ પ્લેટફોર્મને વર્ષ 2017માં Google Talkના નામથી લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. 


આ રીતે લઇ લો બેકઅપ -  
જો તમે હેન્ગઆઉટનો બેકઅપ લેવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો. 


સૌથી પહેલા હેન્ગઆઉટ જાઓ.
હવે સેટિંગમાં જઇને ચેટનો ઓપ્શન પસંદ કરો.
આ પછી તમારે એક્સપોર્ટ મેસેજનો ઓપ્શન પસંદ કરવો પડશે. 




આ પણ વાંચો...... 


Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત


IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો


Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ


યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?


Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના