Chrome Alert: જો તમે બ્રાઉઝિંગ અને ઇન્ટરનેટ (Internet Browsing) સાથે જોડાયેલા કામ માટે ગગૂલ ક્રૉમ (Google Chrome)નો યૂઝ કરો છો, તો આ ખબરને નજરઅંદાજ ના કરો. આવુ કરવુ તમને મોંઘુ પડી શકે છે. ખરેખરમાં સરકાર તરફથી આને લઇને એક મહત્વપૂર્ણ ચેતાવણી આપી છે. જેના પર તમારે ધ્યાન આપવુ જોઇએ. આનાથી તમે હેકર્સ (Hackers)ની જાળમાં ફંસાતા બચી શકો છો, અને પર્સનલ ડેટા (Personal Data) અને બેન્ક એકાઉન્ટ (Bank Account) બન્ને સુરક્ષિત રહેશે. આવો તમને વિસ્તારથી બતાવીએ શું છે ખતરો અને સરકારે શું આપ્યુ છે એલર્ટ......
આ રીતે કરો અપડેટ-
સૌથી પહેલા તમે તમારા ગગૂલ ક્રૉમ બ્રાઉઝર (Chrome Browser) ને ચેક કરો, અને જુઓ કે કયુ વર્ઝન તમે વાપરી રહ્યાં છો. જો તમે 97.0.4692.71થી જુના વર્ઝનમા છો, તો તરત જ અહીં નીચે આપેલી રીત પ્રમાણે ગગૂલ ક્રૉમને અપડેટ કરી લો.
સૌથી પહેલા ગગૂલ ક્રૉમ ઓપન કરો અને પછી Menu ઓપ્શનમાં જાઓ.
હવે તમારે Help ઓપ્શન પર ક્લિક કરવાનુ છે.
આ પછી તમને About Google Chromeનુ ઓપ્શન દેખાશે.
અહીં તમારે ક્રૉમ બ્રાઉઝર અપડેટ કરવાનો ઓપ્શન મળશે, ક્લિક કરતાં જ બ્રાઉઝર અપડેટ થવા લાગશે.
એકવાર જ્યારે બ્રાઉઝર અપડેટ થઇ જશે તો તમારે Relaunch પર ક્લિક કરવાનુ છે.
આ છે સરકારનુ એલર્ટ-
ઇન્ડિયન કૉમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ (CERT-In)એ એવા યઝર્સ માટે એલર્ટ જાહેર કર્યુ છે, જે ક્રૉમ (Chrome) વર્ઝન 97.0.4692.71થી જુનુ વર્ઝન યૂઝ કરી રહ્યાં છે. CERT-In નુ કહેવુ છે કે આવા લોકો હેકર્સનો શિકાર બની શકે છે. CERT-Inએ પોતાની એડવાઇઝરીમાં બતાવ્યુ છે કે, ગગૂલ (Google) ક્રૉમ બ્રાઉઝર (Chrome Browser) ના 97.0.4692.71થી જુના વરઝનમાં કેટલીય ખામીઓ મળી છે. આ ટાઇપ કન્ફ્યૂઝનના કારણે V8માં ઉપયોગ કરવા માટે સેફ નથી. આનાથી વેબ એપ, યૂઝર ઇન્ટરફેસ, સ્ક્રીન કેપ્ચર, ફાઇલ એપીઆઇ ઓટો ફિલ અને ડેવલર્સ ટૂલ્સ જેવી કેટલીય કમીઓ છે. આ તમામ વસ્તુઓ તમારા ડિવાઇસને હેક થવાના ખતરાને વધારે છે. આ પછી આસાનીથી તમારો ડેટા અને બેન્ક સાથે જોડાયેલી જાણકારી હેકર્સ (Hackers)ના હાથમાં આવી શકે છે. આ ખતરાને જોતા ગૂગલ પણ લોકોને જુના વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપી રહ્યું છે.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું