નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ થતા પહેલા ઇન્સ્ટાગ્રામે વિરાટ કોહલીના ફેન્સને એક મોટી ગિફ્ટ આપી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર હવે AR ઇફેક્ટ ઉપલબ્ધ છે. કંપનીએ વિરાટ કોહલીના AR ઇફેક્ટને બેટ ટૉક ફૉર ઇન્ડિયા નામ આપવાનો ફેંસલો કર્યો છે.


ઇન્સ્ટાગ્રામ પર AR ઇફેક્ટ વિરાટ કોહલીની પ્રૉફાઇલ પર અવેલેબલ છે. વળી ફેસબુક પર વિરાટ કોહલીના AR ઇફેક્ટનો ઉપયોગ કરવા માટે તમારે તેના પેજ પર જવુ પડશે. ઉલ્લેખનીય છે કે બેટ ટૉક ફૉર ઇન્ડિયા એવુ AR ફિલ્ટર છે જેની મદદથી ફેન્સ વિરાટના સેલિબ્રેશનને રિએક્રીએટ કરી શકે છે.

વિરાટે બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર સદી ફટકારી હતી, ફેન્સે AR ઇફેક્ટ દ્વારા તે પળોને ફરીથી રિક્રિએટ કરવાનો મોકો પણ મળશે.



કઇ રીતે કરશો ફિલ્ટરનો ઉપયોગ
ઇન્સ્ટાગ્રામ પર AR ઇફેક્ટ વાળુ ફિલ્ટર ઉપયોગ કરવા માટે તમારે વિરાટ કોહલીની પ્રૉફાઇલ પર જવુ પડશે. ત્યાં ગયા પછી તમારે બેટ ટૉક્સ ફૉર ઇન્ડિયાનો ઓપ્શન મળશે. આ ઓપ્શનને ક્લિક કરતાં જ આ તમારા ઇન્સ્ટાગ્રામમાં સેવ થઇ જશે. પોતાના હૉમ પેજ પર જઇને તમે કેમેરાનો ઓપ્શન ઓપન કર્યા બાદ આ ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે આ ફિલ્ટર વિરાટ કોહલીના ફેસબુક પેજ પર પણ અવેલેબલ છે. ફેન્સ આ ઇફેક્ટનો ઉપયોગ કોઇપણ પૉસ્ટ દ્વારા અને ફેસબુક પર કેમેરો ઓપન કરીને કરી શકે છે.