નવી દિલ્હીઃ ભારતીય ટેલિકૉમ કંપની Jio હવે પોતાના યૂઝર્સને વધુ આકર્ષવા માટે નવા નવા પ્લાન લઇને આવી રહી છે. હાલમાં ઇન્ટરનેટ અને ઓટીટી એક્સેસ સાથે યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગ પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ આની કિંમત વધારે હોવાથી સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો. કંપનીએ હવે આ જ ફાયદો યૂઝર્સને સસ્તી કિંમતે મળી રહે તે માટે ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે. 


Jioનો સૌથી સસ્તો પ્લાન -
તાજેતરમાં જ Jioએ પોતાના નવા 6 પ્લાન લૉન્ચ કર્યા છે. આ 6 પ્લાન્સમાંથી એક પ્લાન એવો છે જે કિંમત 500 રૂપિયાથી પણ ઓછી છે. જિઓ ફાઈબરના 399 રૂપિયાવાળા પ્લાનમાં તમને 30mbpsની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. જેની સાથે 100 રૂપિયા એકસ્ટ્રા આપવાથી છ ઓટીટી એપ્સ અને 200 રૂપિયા આપવાથી 20 એપ્સનું એક્સેસ મળી જશે. 


તાજેતરમાં જ Jioએ પોતાના નવા 6 પ્લાન લૉન્ચ કર્યા છે. આની શરૂઆત 399 રૂપિયાથી થાય છે, અને 3999 રૂપિયા સુધી જાય છે. આ પ્લાન્સમાં તમને અનલિમિટેડ ઈન્ટરનેટ અને ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સના એક્સેસની સાથે અન્ય ઘણી સુવિધા મળે છે. 


ખાસ વાત છે કે, આ પ્લાનમાં યૂઝર્સને 10 હજાર રૂપિયા સુધીનું ગેટવે રાઉટર, સેટ ટૉપ બૉક્સ અને તેની ઈન્સ્ટોલેશનની એક સેવા ફ્રીમાં આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બધા પ્લાન્સને 22 એપ્રિલથી ખરીદી શકાશે. 


 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક