નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિઓએ જિઓ વીવી ક્રિકેટ ઓફરની જાહેરાત કરી છે, જે અંતર્ગત વીવી વી15 અને વીવી વી15 પ્રો સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધનો લાભ મળશે. આ લાભ એવા ગ્રાહકોને મળશે, જે 6 માર્ચથી 3 જૂનની વચ્ચે આ સ્માર્ટફોન ખરીદશે. 10000 રૂપિયામાંથી 6 હજાર રૂપિયા કેશબેક તરીકે ક્રેડિટ મળશે. આ રૂપિયા જિઓ યૂઝર્સ દ્વારા એક રિચાર્જ બાદ જ ક્રેડિટ થશે. જ્યારે અન્ય 4 હજાર રૂપિયા પેટીએમ, ફાસોસ, મિંત્રા, ફર્સ્ટક્રાઈ, જૂમ કાર, ક્લિયરટ્રિપ વગેરે કૂપન તરીકે મળશે.



ગ્રાહકોને 6,000 રૂપયાનું કેશબેક 40 વખતમાં આપવામાં આવશે. જેના માટે યૂઝર્સ જ્યારે પણ 299 રૂપિયાનું પ્રીપેડ પ્લાન રિચાર્જ કરશે તો તેમને 150 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવશે. આ કૂપનનો ઉપયોગ તેઓ My Jio Appથી રિચાર્જ કરવા માટે કરી શકશો. જિઓએ જણાવ્યું છે કે આ કૂપન 31 જુલાઈ 2022 સુધી Vivo V15 અને Vivo V15 Pro પર એપ્લાઈ કરી શકો છો. જિઓના 299 રૂપિયાના રિચાર્જમાં યૂઝર્સને 28 દિવસ સુધી દરરોજ 3 GB ઈન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. 40 રિચાર્જ કરવા પર યૂઝર્સને કુલ 3360 GB ડેટા મળે છે.



પેટીએમથી પેમેન્ટ કરવાથી યૂઝર્સને આ ઓફર અતર્ગત ડિસ્કાઉન્ટ મળશે. ઓફરમાં પેટીએમથી 3000 રૂપિયા સુધીની ફ્લાઈટ બુક કરવા પર યૂઝર્સને ફ્લેટ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર 30 એપ્રિલ 2019 સુધી વેલિડ છે. આ સાથે બેહરૂઝ બિરયાની અને ફાસૂસ પર ફૂડ ઓર્ડર કરવાથી યૂઝર્સને 30 મે 2019 સુધી વધુમાં વધુ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.



જો યૂઝર્સ Myntraથી શોપિંગ કરે છે તો તેમને 600 રૂપિયા સુધી સિલેક્ટેડ ડિઝાઈન ખરીદવા પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફર્સ્ટક્રાઈ પર 1500 રૂપિયાની ખરીદી પર 500 રૂપિયા અને ઝૂમકાર પર 1200 રૂપિયા અથવા 20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર મળશે. આ તમામ ઓફર 30 મે સુધી વેલિડ છે.