નવી દિલ્હીઃ આગામી દિવોસમાં વૉટ્સએપ વાપરનારાઓ માટે એક ખાસ લાભ થવાનો છે, આ લાભ પૈસાનો છે, કેમ કે કંપની હવે ટુંક સમયમાં એક ખાસ ફેસિલિટી આપવા જઇ રહી છે જેનાથી તમને પૈસા મળશે.
વૉટ્સએપ બહુ જલ્દી પેમેન્ટ સર્વિસનો વ્યાપ વધારવા કેશબેક રિવોર્ડ રિલીઝ કરવા જઇ રહ્યું છે. આ ફિચર પર કંપની છેલ્લા કેટલાય દિવસોથી ટેસ્ટિંગ કરી રહી છે.
રિપોર્ટ પ્રમાણે Google Pay અને PhonePe જેવી પેમેન્ટ એપ્સને ટક્કર આપવા માટે વૉટ્સએપ પેમેન્ટ પર આ કેશબેક સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. વૉટ્સએપને ભારતમાં 100 મિલિયન યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપવા માટે મંજૂરી મળી ગઈ છે, આવા સમયે આ સ્કીમ ભારતીયો માટે ખાસ ઉપયોગી અને કામની સાબિત થઇ શકે છે.
વૉટ્સએપની આ કેશબેક ઓફર સ્કીમ આગામી મે મહિનાના અંત સુધીમાં શરૂ કરી શકે છે. આમાં યુઝર્સને વૉટ્સએપ પેમેન્ટ સર્વિસ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર 33 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. એટલે કે, આ માટે તમારે વૉટ્સએપ UPI સેવાનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરવું પડશે.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા