નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે પોતાના યૂઝર્સ માટે એક નવુ ફિચર રિલીઝ કરી દીધુ છે. આ ફિચર વૉઇસ નૉટ સાથે જોડાયેલુ છે અને ઘણા લાંબા સમયથી આની માંગ કરવામાં આવી રહી હતી. વૉટ્સએપ ગયા વર્ષે જ આને લઇને જાહેરાત કરી હતી, પરંતુ ત્યારે આના પર ટેસ્ટિંગ ચાલી રહ્યું હતુ, બીટા વર્ઝન પર આને રિલીઝ કરી દેવામાં આવ્યુ હતુ, પરંતુ હવે આને દરેક યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિચર અંતર્ગત તમે ચેટ ટેબની બહારથી પણ વૉઇસ મેસેજને સાંભળી શકો છો. 


આખા ફિચરને સમજો - 
ખરેખરમાં, અત્યાર સુધી વૉટ્સએપ પર જો કોઇ વૉઇસ મેસેજ આવતો હતો, તો તમારે તેને સાંભળવા માટે પ્રૉફાઇલ  પર એટલે કે ચેટ ટેબ પર જવુ પડતુ હતુ. પછી તમે તેને ડાઉનલૉડ કરીને સાંભળવાનુ શરૂ કરતા હતા. આ દરમિયાન તમે જો બેક થતાં તા તો ઓડિયો પણ બંધ થઇ જતો હતો. હવે કંપનીએ જે ફિચર રિલીઝ કર્યુ છે, તે અંતર્ગત એકવાર ઓડિયો પર ક્લિક કરીને તમે તે વિન્ડોમાંથી બેક આવી શકો છો. તમારા બહાર આવ્યા બાદ પણ તે ચાલુ જ રહેશે. 


એટલુ જ નહીં નવા ફિચર અંતર્ગત તમે રિસીવ થયેલા વૉઇસ નૉટની સ્પીડને ઝડપથી વધારી શકો છો. એટલે કે તમે ઇચ્છો તો તે વૉઇસ મેસેજને જલદી જલદી પણ સાંભળી શકો છો. સ્પીડની વાત કરીએ તો આ 1.5x કે 2x ની સ્પીડ પર ચાલી શકે છે. 


આ પણ વાંચો........ 


દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ


તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન


રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ