Maharashtra News: બે વર્ષના લાંબા ઇન્તજાર બાદ હવે કોરોના ઘટી રહ્યો છે, ત્યારે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, દેશની આર્થિક રાજધાની અને મોટા રાજ્યો એવા મહારાષ્ટ્રમાંથી કોરોનાની તમામ પાબંદીઓ હટાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધોને ખતમ કરી દીધા છે. નાગરિકોની સુરક્ષા માટે બીએમસીએ માર્શલ નિયુક્ત કર્યા હતા, જે માસ્ક ના પહેરે તેના પર દંડ ફટકારતા હતા, પરંતુ શનિવારથી લોકોને સાર્વજનવિક સ્થાનો પર માસ્ક પહેરવુ ફરજિયાત નહીં રહે, વળી, હવે મુંબઇમાં બીએમસી માર્શલ નાગરિકો પાસેથી દંડ નહીં લઇ શકે.


નાગરિકોને મળેલી રાહત વિશે પૂર્વ બીએમસી વિરોધી પક્ષ રવિ રાજાએ એબીપી ન્યૂઝને બતાવ્યુ- આ નિર્ણય ખુબ સારો છે, અમે સરકારના આ નિર્ણયનુ સમર્થન કરીએ છીએ. અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ચીનમાં કેટલાક શહેરોમાં લૉકડાઉન લાગેલુ છે પરંતુ મુંબઇ અને આખા દેશમાં હાલ કોરોનાના કેસો ખુબ ઓછા આવી રહ્યાં છે. એટલે સરકારના આ નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ. 


આને લઇને બીએમસીના પૂર્વ ગટ નેતા પ્રભાકર શિન્દેનુ કહેવુ છે કે આ ફેંસલો તેમને ખુબ પહેલા લઇ લેવા જેવો હતો, કેમ કે કોરોનાના કેસો ખુબ ઓછા આવી રહ્યાં છે. પરંતુ નાગરિકો માટે તમામ પ્રતિબંધો હટાવવામાં ન હતા આવ્યા. કહ્યુ દેર આયે દુરસ્ત આવ્યા. મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે આ નિર્ણય મોડેથી લીધો છે, પરંતુ અમે આનુ સ્વાગત કરીએ છીએ.


આ પણ વાંચો........ 


દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ


તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન


રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ