નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની Oppo એ ભારતમાં સસ્તો સ્માર્ટફોન Oppo K10 લૉન્ચ કર્યો છે. આ ફોનમાં 5,000mAh બેટરી અને 8GB રેમ આપવામાં આવી છે. કંપનીએ પહેલાથી જ આ ફોનની ભારતમાં લૉન્ચ કરવાની પુષ્ટી કરી હતી અને હેન્ડસેટના કેટલાક ફિચર્સ અગાઉથી જ ટીજ કર્યા છે, 


કિંમત અને વેરિએન્ટ - 
Oppo K10ના બે વેરિએન્ટ છે, બેઝ વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GB સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. આની કિંમત 14,990 રૂપિયા છે. ટૉપ વેરિએન્ટમાં 8GB રેમની સાથે 128GB ની સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ વેરિએન્ટની કિંમત 16,990 રૂપિયા છે. 


ક્યાંથી ખરીદી શકાશે ફોન -
Oppo K10નુ વેચાણ 29 માર્ચથી શરૂ થશે, અને આને Flipkart પરથી ખરીદી શકાશે. કંપનીની વેબસાઇટ પરથી પણ આને ખરીદી શકાશે.આને કંપનીએ બ્લેક અને બ્લૂ કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે. Oppo એ કહ્યું કે આ ફોનને SBI કાર્ડથી ખરીદવા પર 2,000 રૂપિયા સુધીનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે, બીજી બેન્કના કાર્ડ્સ પર પણ 1000 રૂપિયાની ફ્લેટ ડિસ્કાઉન્ટ સ્કીમ આપવામાં આવી રહી છે.


Oppo K10 ના ફિચર્સ -


Oppo K10માં 6.59 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, અને આની સાથે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 680 ચિપસેટ આપવામાં આવી છે. 


Oppo K10માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે. બીજુ 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે, જ્યારે 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


Oppo K10માં કનેક્ટિવિટી માટે હેડફોન જેક, બ્લૂટૂથ, વાઇફાઇ સહિત બીજા કેટલાય સ્ટાન્ડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે, આ સ્માર્ટફોન IP54 રેટિંગ વાળો જે આને વૉટર અને ડસ્ટ રેજિસ્ટન્ટ પણ બનાવે છે. ખાસ વાત છે કે, આ પુરેપુરી રીતે વૉટર અને ડસ્ટ રેજિસ્ટન્ટ નથી. Oppo K10ની બેટરી 5,000mAh ની છે, અને આની સાથે 33W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ છે, કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. 


 


આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત