નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની Oppo એ ભારતમાં Oppo K10 સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. આ ફોનમાં 5,000mAh બેટરી અને 8GB રેમ આપવામાં આવી છે. આની સાથે કંપનીએ ભારતમાં Enco Air 2 TWS ઇયરબડ્સ પણ લૉન્ચ કર્યા છે.
ચીની કંપનીએ પહેલાથી જ આ ફોનની ભારતમાં લૉન્ચ કરવાની પુષ્ટી કરી હતી કે તે ઓપ્પો K10 ને 23 માર્ચે લૉન્ચ કરશે. ઓપ્પોએ હેન્ડસેટના કેટલાક ફિચર્સ અગાઉથી જ ટીજ કર્યા છે,
Oppo K10ના બે વેરિએન્ટ છે, બેઝ વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GB સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. આની કિંમત 14,990 રૂપિયા છે. ટૉપ વેરિએન્ટમાં 8GB રેમની સાથે 128GB ની સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ વેરિએન્ટની કિંમત 16,990 રૂપિયા છે.
Oppo K10નુ વેચાણ 29 માર્ચથી શરૂ થશે, અને આને Flipkart પરથી ખરીદી શકાશે. કંપનીની વેબસાઇટ પરથી પણ આને ખરીદી શકાશે.આને કંપનીએ બ્લેક અને બ્લૂ કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે.
Oppo એ કહ્યું કે આ ફોનને SBI કાર્ડથી ખરીદવા પર 2,000 રૂપિયા સુધીનુ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે, બીજી બેન્કના કાર્ડ્સ પર પણ 1000 રૂપિયાની ફ્લેટ ડિસ્કાઉન્ટ સ્કીમ આપવામાં આવી રહી છે.
Oppo Enco Air 2 TWS ઇયરની કિંમત 2,499 રૂપિયા છે. આને કંપનીએ વ્હાઇટ અને બ્લૂ કલર વેરિએન્ટમાં લૉન્ચ કરી છે. આને ફ્લિપકાર્ટ સહિત ઓપ્પોના ઓનલાઇન સ્ટૉર પરથી ખરીદી શકાય છે.
આ પણ વાંચો.......
ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે