નવી દિલ્હી: ઓનલાઈન પેમેન્ટ એપ પેટીએમમાં ગુરુવારે રાત્રે પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવી રહી છે કારણ કે એપ કામ નથી કરી રહી. 

Continues below advertisement


આ એપ કામ નથી કરી રહી. પેટીએમ એપ ખોલવા પર લખેલું આવી રહ્યું છેે- સોરી ધ સર્વિસ ઈઝ કરેન્ટ અનએવેલેબલ. પ્લીઝ ટ્રાઈ અગેન લેટર એટલે કે સેવા હાલ ઉપલબ્ધ નથી. કૃપા કરી થોડીવાર બાદ પ્રયત્ન કરો. પેટીએમ મનીએ ટ્વિટ કરતા કહ્યું કે અકમાઈ,ડીએનએસ પ્રોવાઈડરના કારણે સેવા પ્રભાવિત થઈ છે. અમે ઝડપથી તેને ચાલુ કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ.




આ સાથે જ ટેકનિકલ ખામી સર્જાતા Paytm સિવાય  FedEx, Paytm Money, NDTV, Cricinfo, Cricbuzz, Hotstar, SonyLiv, Airbnb, Hsbc ની સાઈટ્સ પણ નથી ખુલી રહી.