Battlegrounds Mobile India: PUBG Mobile ભારતમાં ભલે બેન થઇ ગઇ છે, પરંતુ આ ગેમનુ નામ હજુ પણ સમાચારો ચમકી રહ્યું છે. PUBG Mobile નુ રિબ્રાન્ડેડ વર્ઝન BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા) હવે ચર્ચામાં છે. Kraftonની આ ગેમ ગૂગલ પ્લે સ્ટૉર અને એપલ એપ સ્ટૉરમાંથી ગાયબ થઇ ગઇ છે. રિપોર્ટ્સનુ માનીએ તો સરકારના એક આદેશ બાદ આ ગેમને બન્ને પ્લેટફોર્મ્સ પરથી રિમૂવ કરી દેવામાં આવી. 


PUBG Mobile કે પછી BGMI ગેમ વિશે હોબાળો થવાનુ કારણે એક મર્ડર મિસ્ટ્રી છે. થોડાક દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે 16 વર્ષના એક છોકરાએ પોતાની માતાની હત્યા 'PUBG જેવી ઓનલાઇન ગેમના કારણે કરી નાંખી.


સંસદમાં થઇ રહી હતી ચર્ચા - 
માં તે ગેમ રમવાથી રોકતી હતી, આ કેસ સંસદ સુધી પહોંચ્યો, જ્યાં સરકારે બતાવ્યુ કે, ગૃહ મંત્રાલય આની તપાસ કરી રહી છે. સરકારે બતાવ્યુ કે, કેટલીક બેન એપ્સ નામ બદલીને એકવાર ફરીથી ભારતીય માર્કેટમાં આવી ગઇ છે.  


ગૃહ મંત્રાલય આની તપાસ કરી રહી છે. ગયા અઠવાડિયે રાજ્યસભા સાંસદ V Vijayasai Reddyએ આના પર સવાલો કર્યા હતા, તેમને પુછ્યુ હતુ કે શું  IT મિનિસ્ટ્રી PUBG જેવી ગેમ્સની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી રહી છે, જેના કારણે કેટલાક બાળકો ગુનાખોરી કરી રહ્યાં છે, જ્યારે તેમને ગેમ રમવાથી રોકવામા આવી રહ્યાં છે.


કેમ બેન થઇ ગઇ ગેમ ? 
આ સવાલનો જવાબ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગૃહમાં આપ્યો હતો, તેમને બતાવ્યુ 'MeitY ને કેટલાક રિપોર્ટ્સ અને ફરિયાદો મળી છે, જેમાં બતાવવામાં આવી રહ્યુ છે કે જે એપ્સ બ્લૉક કરવામા આવી હતી, તે નવા અવતારમાં વાપસી કરી રહી છે. આ તમામ રિપોર્ટ્સ અને ફરિયાદોને MHAને તપાસ માટે મોકલી દેવામાં આવી છે. 


આ પણ વાંચો.......... 


Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા


Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ


FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ


Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત


BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો


આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા