Reliance Jio 3GB/Day Plans: આજના સમયમાં જ્યારે દરેક કામ ઓનલાઇન થઇ ગયુ છે, આવામાં ઇન્ટરનેટની સ્પીડ (Internet Speed)ની સાથે સાથે મોબાઇલ ડેટા (Mobile Data)ની પણ માંગ અને ખર્ચ ખુબ વધવા લાગ્યા છે. પરંતુ રિલાયન્સ જિઓ (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે કેટલાક એવા પ્લાન્સ લઇને આવ્યુ છે, જેમાં 3GB હાઇ-સ્પીડ ડેટા દરરોજ મળે છે. જો  તમે તે મોબાઇલ યૂઝર્સમાં સામેલ છો, જેનો દરેક દિવસે ડેટા ખર્ચ વધુ છે, તો જિઓનુ આ રિચાર્જ પેક તમારા બેસ્ટ માટે છે. આ પ્લાન 419 રૂપિયાથી શરૂ થાય છે. 


Reliance Jioનો 419 વાળો પ્લાન - 
રિલાયન્સ જિઓના 419 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેમાં દરરોજ ત્રમ જીબી ડેટા મળે છે. આમા અનલિમીટેડ કૉલ અને 100 એસએમએસ દરરોજ મળે છે. આ ઉપરાંત જિઓ ટીવી (Jio TV), જિઓ સિનેમા (Jio Cinema), જિઓ સિક્યૂરિટી (Jio Security) અને જિઓ ક્લાઉડ (Jio Cloud)નુ સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. 


Reliance Jioનો 601 રૂપિયા વાળો પ્લાન - 
રિલાયન્સ જિઓના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં દરરોજ તમને ત્રમ જીબી ડેટા ઉપરાંત છ જીબી વધારાનો ડેટા મળશે. આ પ્લાન અનલિમીટેડ લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલની સુવિધા મળશે. સાથે જ 100 એસએમએસ દરરોજ મળશે. આ ઉપરાંત ડિઝ્ની+હૉટસ્ટાર (Disney+ Hotstar), જિઓટીવી, જિઓસિનેમા, જિઓસિક્યૂરિટી, જિઓક્લાઉડનુ સબ્સક્રિપ્શન પણ ફ્રી મળશે. 


Reliance Jioનો 1,199 રૂપિયા વાળો પ્લાન - 
1,199 રૂપિયાના પ્લાનમાં દરરોજ ત્રણ જીબી ડેટા મળશે, આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે, પ્લાનમાં કુલ 252 જીબી હાઇ સ્પીડ ડેટા મળશે, આની સાથે જ અનલિમીટેડ એસટીડી (STD), લૉકલ અને રૉમિંગ કૉલ પણ ફ્રીમાં મળશે. આ ઉપરાંત જીઓ ટીવી, જિઓ સિનેમા, જિઓ સિક્યૂરિટી અને જિઓ ક્લાઉડનુ સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળશે.


Reliance Jioનો 4,199 રૂપિયા વાળો પ્લાન - 
4,199 રૂપિયાના પ્લાનમાં દરરોજ ત્રણ જીબી ડેટા મળશે, આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે, આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 1095 જીબી ડેટા ઓફર કરવામાં આવશે, પ્લાનમાં અનલિમીટેડ કૉલ અને 100 એસએમએસ દરરોજ મળશે, જિઓના આ પ્રીપેડ પ્લાનમાં ડિઝ્ની+હૉટસ્ટાર, ઉપરાંત જીઓ ટીવી, જિઓ સિનેમા, જિઓ સિક્યૂરિટી અને જિઓ ક્લાઉડનુ સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળશે. ખાસ વાત છે કે ડિઝ્ની+હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે પ્લાનામાં મફત મળે છે. 


 


આ પણ વાંચો........ 


Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત


Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી


ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?


India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો


Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય


Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ