નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની પાસે અલગ અલગ કિંમતના ઢગલાબંધ પ્લાન અવેલેબલ છે. કિંમતના હિસાબે વેલિડિટી પણ અલગ અલગ મળે છે, પરંતુ કંપનીના કેટલાક પ્લાન એવા છે જેના વિશે ગ્રાહકોને બહુ ઓછી ખબર હોય છે, અને આવા પ્લાનમાં ગ્રાહકોને વધુ ફાયદો મળી શકે છે. જો તમે કોઇ પ્લાનની શોધમાં છો, તો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ સુપર બચત રિચાર્જ પ્લાન જેમાં તમને 20 રૂપિયાથી પણ ઓછામાં બે ગણી વેલિડીટી સાથે સારો એવો ડેટા મળશે. 


Jioનો 499 રૂપિયાનો પ્લાન - 
રિલાયન્સ જિઓનો 499 રૂપિયા વાળો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ રીતે તમે કુલ 56 જીબી ડેટની મજા લઇ શકો છો. ગ્રાહકોને અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ મળે છે. ખાસ વાત છે કે, આ પ્લાનમાં જિઓ એપ્સની સાથે 1 વર્ષ માટે Disney+ Hotstarનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. 


Jioનો 479 રૂપિયા વાળો પ્લાન - 
આ જિઓ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 84 જીબીનો ઉપયોગ કરી શકાય છે. ગ્રાહકોને અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ મળે છે. પ્લાનમાં જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 


₹20 ઓછામાં 56 દિવસની વેલિડિટી  - 
જો આપણે બન્ને પ્લાનની સરખામણી કરી એ તો તમે જોશો કે 479 રૂપિયામાં તમને 20 રૂપિયા ઓછા આપીને પણ 56 દિવસની વેલિડિટી મળી રહી છે. વળી 499 રૂપિયાનો પ્લાન 28 દિવસ જ ઓફર રહી છે. કુલ ડેટા પણ 479 રૂપિયામાં વધુ મળી રહ્યો છે. જો તમને Disney+ Hotstar નથી જોઇતુ તો 479 રૂપિયાનો પ્લાન વધુ બેસ્ટ રહી શકે છે. 


 


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર