નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ જેમ જેમ યૂઝર્સ વધી રહ્યાં છે, તેમ તેમ નવા નવા ફિચર્સને એડ કરી રહ્યુ છે. આ લિસ્ટમાં વધુ એક ફિચરનો વધારો થયો છે. પ્લેટફોર્મ પર કંપનીએ એકસાથે સાત જેટલના નવા ફિચર્સને એડ કર્યા છે. જે દરેક યૂઝર્સને નવો એક્સપીરિયન્સ આપશે. જાણો કયા છે ફિચર્સ ને શું કરે છે કામ........ 


ઇજી મેસેજિંગ ઓપ્શન - 
આ નવી સુવિધાઓ વિશે વાત કરીએ તો યુઝર્સ તેમના ફીડને નાનું કર્યા વિના ઈનબોક્સને ઍક્સેસ કરી શકે છે અને સંદેશાઓનો જવાબ આપી શકે છે. આની મદદથી યુઝર્સ સરળતાથી પોતાની ચેટિંગ ઓપન કરી શકે છે અને તેનો જવાબ આપી શકે છે.


ઝડપથી પૉસ્ટ શેર કરવાનો ઓપ્શન -
આની મદદથી યુઝર્સ ઝડપથી તેમના મિત્રો અને પરિવાર સાથે પોસ્ટ શેર કરી શકે છે. આ માટે માત્ર શેર બટનને ટેપ કરીને હોલ્ડ કરવાનું રહેશે. હવે નવા ફીચર્સ હેઠળ મિત્રનું નામ તરત જ ટોચ પર દેખાશે, જે તાજેતરમાં મોકલવામાં આવ્યું છે, જે WhatsAppમાં દેખાય છે.


આસાન મેસેજિંગ ઓપ્શન - 
આ સાથે લોફી ચેટ થીમની મદદથી વપરાશકર્તાઓની વાતચીત વધુ આકર્ષક અને વ્યક્તિગત દેખાશે.


મેસેજિંગ પૉલ ઓપ્શન - 
ઇન્સ્ટાગ્રામે તેના યુઝર્સ માટે મેસેજિંગમાં પોલનો સમાવેશ કરવાનો વિકલ્પ પણ સામેલ કર્યો છે, જે ગ્રુપ ચેટિંગ દરમિયાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ફીચર મેસેન્જરનો એક ભાગ છે અને હવે તેને ઇન્સ્ટાગ્રામ ગ્રુપ ચેટનો ભાગ બનાવવામાં આવી રહ્યો છે.


સાયલન્ટ ઓપ્શન - 
ઇન્સ્ટાગ્રામ પર @silent વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અવાજ સાથે આગળના વ્યક્તિને સૂચિત કરતું નથી, જેથી તમે જ્યારે વ્યસ્ત હોય તો તમારા મિત્રોને આ નોટિફિકેશન આપોઆપ મળી જાય છે.


મ્યૂઝિક શેર કરવાનો ઓપ્શન - 
Instagram એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક અને સ્પોટીફાઈ સાથે ઘણા સમયથી કામ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં રિલીઝ થશે. આમાં યુઝર્સને 30 સેકન્ડનો પ્રિવ્યૂ મળશે અને યુઝર્સ તેને સાંભળી શકશે.


મેસેજિંગનો ઓપ્શન - 
તે પ્રિવ્યુ દરમિયાન જે મિત્રો ઓનલાઈન જોવા મળશે તેની યાદી ઈન્સ્ટાગ્રામ ઈનબોક્સમાં દેખાશે.


આ પણ વાંચો........ 


દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ


તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન


રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ