વોટ્સએપ કંપની (WhatsApp Company)એ મંગળવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, 16 જૂનથી 31 જૂલાઇ વચ્ચે વોટ્સએપ દ્ધારા 30 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સને બ્લોક કરવામા આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા એકાઉન્ટ્સની વાસ્તવિક સંખ્યા 30,27,000 છે. આ દરમિયાન કંપનીને 594 ફરિયાદો મળી. વાસ્તવમાં ફોરવર્ડ મેસેજ એપનો ખોટા ઇરાદાથી ઉપયોગ સહિત વિવિધ ફરિયાદો પર એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વોટ્સએપ કંપનીએ પોતાના નવા રિપોર્ટમાં કહ્યું કે, 16 જૂનથી 31 જૂલાઇ દરમિયાન કંપનીએ 137 એકાઉન્ટ સપોર્ટ, 316 બેન અપીલ, 45 અન્ય સપોર્ટ, 64 પ્રોડક્ટ સપોર્ટ અને 31 સેફ્ટીને લઇને 594 યુઝર્સ રિપોર્ટ મળ્યા છે. રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન 74 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી. અહી કાર્યવાહીનો અર્થ એ છે કે એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવો અથવા કોઇ એકાઉન્ટ્સને પુનઃસ્થાપિત કરવાનો છે.
વોટ્સએપ કંપનીએ મંગળવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે એક ભારતીય એકાઉન્ટની ઓળખ +91 ફોન નંબર મારફતે કરવામાં આવે છે. આ અગાઉ વોટ્સએપે કહ્યું હતું કે, 95 ટકાથી વધુ પ્રતિબંધિત ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગનો ખોટો ઉપયોગ કરવાનું કારણ છે. વોટ્સએપ દ્દારા પોતાના પ્લેટફોર્મ પર દુરુપયોગને રોકવા માટે ગ્લોબલ એવરેજ એકાઉન્ટની સંખ્યા પ્રતિ મહિને લગભગ 8 મિલિયન એકાઉન્ટ છે.
વોટ્સએપ પ્રવક્તાએ કહ્યું કે, ભારતમાં સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ આઇટી નિયમ 2021 અનુસાર પોતાનો અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાનો જોઇએ. આઇટી નિયમ 2021 અનુસાર અમને 46 દિવસના સમયગાળા માટે પોતાનો બીજો માસિક રિપોર્ટ 16 જૂનથી 31 જૂલાઇ સુધી પ્રકાશિત કરી હતી.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળ, માળીયા અને ગીર સોમનાથના તાલાલામાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.