વૉટ્સએપે સ્ટેટસમાં કહ્યું કે, તે પોતાના યૂઝર્સની પ્રાઇવસીને લઇને કમિટેડ છે, અને પર્સનલ કન્વર્ઝેશનને વાંચતુ કે સાંભળતુ નથી. આ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન છે. આની સાથે કહ્યું કે, તમારુ શેર કરવામાં આવેલુ લૉકેશન નથી દેખાતુ અને કૉન્ટેક્ટ્સને ફેસબુકની સાથે શેર પણ નથી કરતા.
ફેસબુકની સાથે ડેટા શેર કરવાને લઇને થયો વિવાદ....
વૉટ્સએપે તાજેતરમાં જ એક પૉલીસીમાં ફેરફાર કર્યો હતો, વૉટ્સએપે આ ફેરફાર અંતર્ગત ફેસતબુકે ડેટા કલેક્શન માટે ગ્રાહકોને આપવામાં આવતા ઓપ્ટ આઉટ ઓપ્શનને હટાવી દીધુ, એટલે કે હવે વૉટ્સએપ યૂઝર્સની પાસે આ ઓપ્શન ન હતો બચ્યો હતો કે તે ફેસબુક સાથે ડેટા શેર કરવા માંગે છે કે નથી માંગતુ. યૂઝર્સે આનો અર્થ તરત જ કાઢી નાંખ્યો કે તેનો ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવશે. અહીંથી આખો વિવાદ શરૂ થઇ ગયો. આ પછી વૉટ્સએપે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતુ કે આ પ્રાઇવસી સેટિંગ માત્ર બિઝનેસ ગ્રાહકો માટે છે.
આ પછી વૉટ્સએપે યૂઝર્સ માટે નવી પૉલીસીનો સમય 15 મે, 2021 સુધી લંબાવી દીધો હતો. નવી પૉલીસીને લઇને યૂઝર્સ ખુબ વિરોધ કરી રહ્યાં હતો. આને ધ્યાનમાં રાખતા કંપનીએ આને ત્રણ મહિના માટે ટાળી દીધી. કંપનીનુ કહેવુ છે કે ત્રણ મહિનાના સમયમાં યૂઝર્સને આને સમજવો મોકો મળશે. કંપની અનુસાર આઠ ફેબ્રુઆરી બાદ પણ યૂઝર્સનુ એકાઉન્ટ સસ્પેન્ડ નહીં કરવામાં આવશે.