WhatsApp : દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અવારનવાર પોતાની એપમાં ફેરફાર કરતુ રહે છે, યૂઝર્સ ફ્રેન્ડલી બનાવા માટે હવે કંપની વૉટ્સએપમાં એક ખાસ ફિચર જોડવા જઇ રહી છે. તાજેતરમાં જ વૉટ્સએપ અપડેટમાંથી જાણવા મળ્યુ છે કે કંપની કમ્પેનિયન મૉડ ફિચર પર કામ કરી રહી છે, અને બહુ જલદી આને રૉલઆઉટ કરી દેવામા આવી શકે છે. આ વાતનો ખુલાસો લેટેસ્ટ બીટા અપડેટમાં થયો છે.


વૉટ્સએપ અપડેટ પર ધ્યાન રાખતી ફર્મ WABetaInfo અનુસાર, વૉટ્સએપનુ કમ્પેનિયન મૉડ ફિચરને 2.22.11.10 એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યુ છે. રિપોર્ટ અનુસાર, આ ફિચર યૂઝરને અલગ-અલગ ફોન પર વોટ્સએપમાં Login કરવાની સુવિધા આપશે. 


WABetaInfo અનુસાર, શેર કરેલા સ્ક્રીનશોટ પરથી જાણવા મળે છે કે WhatsApp ટૂંક સમયમાં આ કમ્પેનિયન મૉડને રિલીઝ કરી શકે છે. આ ફિચરની મદદથી યૂઝર્સ વૉટ્સએપ અકાઉન્ટને અન્ય અકાઉન્ટમાં લિંક કરી શકે છે. સ્ક્રીનશોટ પરથી ખ્યાલ આવે છે કે યૂઝર્સ વોટ્સએપનો બંને ફોનમાં ઉપયોગ કરી શકશે નહીં, કારણ કે એવું જોવા મળે છે કે એપ બીજા ફોનમાં લોગ ઈન થતાની સાથે જ પ્રાઈમરી ફોનમાંથી Log Out થઈ ગઈ છે.


ઉલ્લેખનીય છે કે, આ ફિચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, કંપનીએ હજુ આના વિશે કોઇ ઓફિશિયલ માહિતી આપી નથી. એ પણ નક્કી નથી કે વોટ્સએપ એન્ડ્રોઇડ અથવા iOS પર આને ક્યારે રિલીઝ કરશે. 


આ પણ વાંચો......... 


રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે


KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો


આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન


ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો


Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!