WhatsApp Tips And Tricks: વૉટ્સએપ (WhatsApp) દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેનારી સોશ્યલ મીડિયા એપ બની ચૂકી છે. દિવસે દિવસે તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ કારણે કંપની પણ પોતાના યૂઝર્સને નવા નવા ફિચર્સ આપી રહી છે. પરંતુ તમને ખબર છે વૉટ્સએપમાં કેટલાક એવા ફિચર્સ પણ છે જે તમારુ કામ આસાન બનાવી શકે છે, આવા ફિચર્સ મોટાભાગે હિડન હોય છે, અને તમામ લોકો નથી જાણી શકતા. આવુ જ એક ફિચર્સ છે વૉટ્સએપ (WhatsApp) ખોલ્યા વિના કોઇને પણ એક સેકન્ડની અંદર મેસેજ મોકલવાનુ. આમ કરવા માટે અમે તમને એક ખાસ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ, જાણો............
Whatsapp ખોલ્યા વિના કઇ રીતે મોકલી શકાશે મેસેજ -
વૉટ્સએપ પર કેટલાય એવા શૉટકટ્સ છે જેના માધ્યમથી તમે વૉટ્સએપ ખોલ્યા વિના પણ મેસેજ મોકલી શકો છો. આનાથી સમય બચી જશે અને જલદીથી સામેવાળા પાસે મેસેજ પહોંચી જશે. જાણો આમ કરવાની રીત.....
Whatsapp ખોલ્યા વિના મેસેજ મોકલવાની ટ્રિક -
- તે વ્યક્તિને સિલેક્ટ કરો, જેને તમે સૌથી વધુ વાત કરો છો.
- હવે તે વ્યક્તિનુ ચેટ બૉક્સ ઓપન કરો, જેને તમે હૉમ સ્ક્રીન પર એડ કરવા માંગો છો.
- ચેટ બૉક્સ ઓપન કર્યા બાદ તમને રાઇટ સાઇડમાં ત્રણ ડૉટ્સ દેખાશે. તમારે આ ડૉટ્સ પર ક્લિક કરવાનુ છે.
- ક્લિક કરતાંની સાથે જ એડ ચેટ શૉર્ટકટનો ઓપ્શન દેખાશે.
એડ ચેટ શૉર્ટકટ પર ક્લિક કરતાં જ ફોનની હૉમ સ્ક્રીન પર ચેટ બૉક્સ એડ થઇ જશે.
- આ પછી તમે તે વ્યક્તિને વિના વૉટ્સએપ ઓપન કરે પણ વાતચીત કરી શકો છો.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ