Asia Cup 2022: ગઇકાલથી એશિયા કપ 2022 ટૂર્નામેન્ટની શરૂઆત થઇ ચૂકી છે. પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકન ટીમને માત આપીને વિજયી શરૂઆત કરી નાંખી છે, પરંતુ ક્રિકેટ ફેન્સની નજર આજની મેચ પર છે, આજે મહામુકાબલો છે, આજે ફરી એકવાર બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. ગઇ વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડકપમાં બન્ને ટીમો છેલ્લીવાર આમને સામને થઇ હતી જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને પાકિસ્તાન બન્ને રાજનીતિક દુશ્મનો છે, અને અવાર નવાર બન્ને દેશો વચ્ચે કોઇ ને કોઇ વાતને લઇને વિવાદ ચાલતો રહે છે, આ કારણે ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાય સમયથી દ્વીપક્ષીય સીરીઝ નથી રમી શક્યા. બન્ને વચ્ચે તકરારના કારણે એશિયા કપનો પણ બહિષ્કાર થઇ ચૂક્યો છે. 


ભારતે કર્યો એશિયા કપનો બહિષ્કાર - 
ખાસ વાત છે કે, ભારતીય ટીમે સૌથી વધુ આ ટૂર્નામેન્ટનો 7 વાર ખિતાબ હાંસલ કર્યો છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે ભારતીય ટીમે એશિયા કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. વર્ષ 1986માં ભારત આ ટૂર્નામેન્ટમાં ન હતુ ઉતર્યુ. 1986માં શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ખરાબ સંબંધોના કારણે ભારતે બહિષ્કાર કર્યો હતો. તે વર્ષ ભારતની જગ્યાએ બાંગ્લાદેશને રમવાનો મોકો મળ્યો હતો, ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો. 


પાકિસ્તાન 1990માં ન હતુ રમ્યુ એશિયા કપ - 
પાકિસ્તાન 2 વાર એશિયા કપ ટાઇટલ જીતી ચૂક્યુ છે. પરંતુ વર્ષ 1990-91માં રાજકીય સંબંધો ખરાબ થવાના કારણે રરતમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ ન હતો લીધો. આ સિઝનમાં ભારતે શ્રીલંકાને ફાઇનલમાં 7 વિકેટથી હરાવીને ત્રીજી વાર ટ્રૉફી જીતી હતી. 


શ્રીલંકા જ તમામ ટૂર્નામેન્ટ રમી ચૂકી છે - 
ટૂર્નામેન્ટના ઇતિહાસની વાત કરીએ તો માત્ર શ્રીલંકા જ એક એવી ટીમ છે જે આ ટૂર્નામેન્ટની તમામ સિઝન રમી છે, તમામ 15 સિઝનમાં ઉતરી છે. તેને 5 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે, ટૂર્નામેન્ટમાં ઉતરી રહેલી અન્ય ત્રણ ટીમોની વાત કરીએ તો બાંગ્લાદેશ 14મી વાર આમાં સામેલ થઇ રહી છે, અફઘાનિસ્તાન ત્રીજીવાર જ્યારે હોંગકોંગને ચોથી વાર મોકો મળી રહ્યો છે.


 


આ પણ વાંચો........... 


UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત


Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો


BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ


Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ


Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી


Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ