WhatsApp, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને એકથી એક ચઢિયાતા ફિચર્સ આપવા માટે જાણીતી છે. હવે આ કડીમાં વધુ ત્રણ નવા ફિચર્સ ટુંક સમયમાં એડ થઇ જશે. જે પ્રાઇવસી માટે ખુબ કામના સાબિત થશે. કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે ફેસબુક પૉસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. સાથે જ ટ્વીટર પર પણ વૉટ્સએપના ઓફિશિયલ પૉસ્ટથી જાણવા મળ્યુ છે કે, વૉટ્સએપ પર 3 નવા પ્રાઇવસી ફિચર્સ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ‘Online Presence, Screenshot blocking for view once અને Leave Group Silently’ સામેલ છે. જાણો આ ત્રણેય ધાંસૂ ફિચર્સ વિશે.......... 


વૉટ્સએપના અપકમિંગ ત્રણ ધાંસૂ ફિચર્સ - 


Online Presence: - 
વૉટ્સએપ આ મહિને એક એવુ ફિચર લાવવાનુ છે, જેમાં યૂઝર્સને એ નક્કી કરવાનો અધિકાર હશે કે કોણ આને ઓનલાઇન થવા એટલે કે હવે યૂઝર અલગ અલગ લોકો માટે સેટ કરી શકશે કે તેને Online કોણ કોઇ જોઇ શકે.


Screenshot blocking for view once: - 
વૉટ્સએપે ‘વ્યૂ વન્સ મેસેજ’ સુવિધા તાજેતરમાં જ શરૂ કરી છે, જેના દ્વારા મેસેજને માત્ર એકવાર જ વાંચી શકાશે, અને ત્યારબાદ તે ઓટોમેટિક ગાયબ થઇ જાય છે. આ રીતે યૂઝર્સને એ ઓપ્શન મળે છે કે તેના મોકલેલા મેસેજને કોઇ ડિજીટલ રેકોર્ડ નહીં રાખી શકે. 


પરંતુ આવા મેસેજના પણ સ્ક્રીનશૉટ લેવાની કેટલીક ફરિયાદો મળ્યા બાદ હવે આમાં સુધારો કરવા માટે નવુ ફિચર લાવવાની તૈયારી કરી છે. 


ફેસબુકે બતાવ્યુ કે, હવે WhatsApp વધુ સુરક્ષા માટે વ્યૂ વન્સ મેસેજનો સ્ક્રીનશૉટ લેવા પર રોક લગાવવા પર કામ કરી રહ્યું છે. આ ફિચરનુ હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને જલદી જ યૂઝર્સ માટે આને રિલીઝ કરી દેવામાં આવશે. 


Leave Group Silently: - 
માર્ક ઝકરબર્ગે બતાવ્યુ કે, આ મહિના એક એવા પ્રાઇવસી ફિચરને લાવી રહ્યાં છીએ, જેનાથી ગૃપ ચેટમાં સામેલ યૂઝર્સને ખબર પડ્યા વિના તે ગૃપમાથી exit કરી શકાશે. આનો અર્થ એ થયો કે જો તમે કોઇ ગૃપને છોડવા માંગો છો, તો કોઇ નૉટિફિકેશન નહીં મળે. 


આ પણ વાંચો..... 


CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR


Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ


Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા


Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા


Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય