Youtube Premium Free Subscription: યુટ્યૂબ જોતી વખતે બહુ Ads આવે છે, જેનાથી વીડિયો જોવાની મજા બગડી જાય છે. જો તમને YouTube પર વીડિયો જોવાનુ ગમતુ હોય તો તમારા માટે એક ખુશખબર છે. કંપની તમને ફ્રી સબ્સક્રિપ્શન મેળવવાનો મોકો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે યુટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન મેળવવા માટે 169 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. જોકે, વિના રકમ ચૂકવે  તમે YouTube ફ્રી સબ્સક્રિપ્શનનો આનંદ લઇ શકો છો. આ માટે તમારે કંપનીના રેફરલ પ્રૉગ્રામનો ભાગ બનવુ પડશે. લોકો દર મહિને 169 રૂપિયા આપીને યુટ્યૂબનુ પ્રીમિયમ સબ્સક્રિપ્શન લઇ શકો છો. આનો અર્થ સબ્સક્રિપ્શન માટે વર્ષ સુધીમાં 2,000 રૂપિયા સુધી ચાર્જ કરવો પડી શકે છે. અહીં અમને તમને એવો બેસ્ટ રસ્તો બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે આ પૈસાને બચાવી શકો છો અને ફ્રીમાં સબ્સક્રિપ્શન મેળવી શકો છો.  


Referral Program આ રીતે કરે છે કામ - 
YouTubeનું Premium સબ્સક્રિપ્શન મેળવવા માટે તમારે રેફરલ પ્રૉગ્રામમાં ભાગ લેવો પડશે. આ પ્રૉગ્રામ અંતર્ગત તમને તમારા દોસ્તો અને પરિવારજનોને પોતાના રેફરલ કૉડથી લૉગઇન કરાવવા પડશે. 12 મહિનાનુ ફ્રી YouTube Premium સબ્સક્રિપ્શન મેળવવા માટે 12 લોકોને તમારા રેફરલ કૉડનો ઉપયોગ કરવો પડશે. જ્યારે એક નવો યૂઝર તમારા રેફરલ કૉડથી સાઇન અપ કરશે, તો તમને એક મહિનાનુ સબ્સક્રિપ્શન મળી જશે. અહીં એ સ્પષ્ટ કરી દઇએ છે કે આઇફોન યૂઝર્સ માટે કોઇ YouTube રેફરલ કૉડ પ્રૉગ્રામ શરૂ નથી કરવામાં આવ્યો. એ પણ બતાવી દઇએ કે કંપનીનો આ રેફરલ પ્રૉગ્રામ મે 2023 સુધી લાઇવ રહેશે. 


આ રીતે મેળવો 12 મહિનાનું Free Subscription - 
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં પોતાની YouTube એન્ડ્રોઇડ એપને ખોલો. 
એપ ખોલ્યા બાદ એપના ઉપર જમણા ખુણામાં પોતાના પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરો. 
પછી Your Premium benefits ઓપ્શન પર ટેપ કરો. 
ટેપ કર્યા બાદ તમારે એક URLની સાથે Get up to 12 bonus monthsનો ઓપ્શન દેખાશે. 
આ લિન્કને તમે પોતાના કૉન્ટેક્ટ્સની સાથે કરીને તમારુ બૉનસ મેળવી શકો છો.


 


આ પણ વાંચો...... 


ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?


Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે


ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?


IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો